________________
આજ શુભ કાજનો સાજ મુઝ સાંપડ્યો, વિમલ જિનરાજ શિરતાજ નીરખ્યો શ્રાવણ ઘન આવાજ સુણી મોર તિમ, રેક લહી રાજ જિમ હરખ્યો..
(૧૩, ૧) કેટલાંક સ્તવનોમાં સંસ્કૃતમિશ્રિત ગુજરાતી ભાષાની રમ્ય પદાવલી પ્રાપ્ત થાય છે:
ભવ્ય ચકોર હરખ સુખકાર, ચંદ્રપ્રભુ ચંદ્ર અનુહાર, દુષ્ટ અષ્ટ કર્મ વૈરી નિવાર, તીન ભુવન જગનિસ્તાર.
(૮, ૨) કવિનાં કેટલાંક સ્તવનો પર આનંદઘનજીનો પ્રભાવ જોઈ શકાય છે. કવિનું ભાષા પરનું પ્રભુત્વ અને શબ્દચમત્કૃતિ પણ નોંધપાત્ર છે.
લોકાગચ્છીય કવિ જગજીવનજીની કાવ્યરચનામાં ભક્તિભાવની કોમળ અભિવ્યક્તિ જોવા મળે છે. એ સાથે જ કવિએ અનેક તાત્ત્વિક વિષયોને સ્તવનમાં વણી લીધા છે. કેટલાંક સ્તવનોમાં ગૂંથેલાં તીર્થકરોનાં ચરિત્રો પણ કવિની કથનશક્તિના પરિચાયક બને છે.
નવલવિજયજીના શિષ્ય ચતુરવિજયજી પણ ઓગણીસમા શતકના એક નોંધપાત્ર ચોવીશીસર્જક છે. તેમના હૃદયનો ઉત્કટ ભક્તિભાવ અને કેટલીક સુંદર ઉક્તિઓને લીધે તેમની ચોવીશી હૃદયસ્પર્શી બની છે. કવિએ પ્રથમ સ્તવનમાં કરેલું પરમાત્મની આંખોને નિરંતર વૃદ્ધિ પામતા જ્ઞાનરૂપી ભરતી યુક્ત વર્ણવી છે, જે એક વિશિષ્ટતાસભર વર્ણન છે. બીજા અજિતનાથ સ્તવનમાં મોંઘામૂલનો હાથી તમારા ચરણની સેવા ચાહે છે, જેને જગતના લોકો મહામૂલો ગણે છે, પરંતુ હે નાથ એ તમારા ચરણની સેવા કરે છે. વિમલનાથ સ્તવનમાં પરમાત્માને જગતના લોચન રૂપે ઓળખાવી તેના ઉદયથી પૃથ્વીલોક પર પ્રકાશ ફેલાય છે તેમ કહી, પરમાત્માના જ્ઞાનગુણનો મહિમા કરે છે. આમ, ૧૯મા શતકમાં ચરવિજયજીની ચોવીશી એક ભક્તિપ્રધાન ચોવીશી તરીકે નોંધપાત્ર છે.
| વિજયલક્ષ્મસૂરિની ચોવીશીમાં જૈનતત્ત્વજ્ઞાનના અનેક સૂક્ષ્મ વિષયોની ચર્ચા-વિચારણા જોવા મળે છે. આનંદઘનજી અને દેવચંદ્રજીનો પ્રભાવ ઝીલતી આ ચોવીશી જ્ઞાનપ્રધાન ધારાની એક નોંધપાત્ર રચના છે.
મુખ્યત્વે જિનમંદિરો સાથે સંકળાયેલ આ સ્વરૂપમાં સ્થાનકવાસી સમુદાયના વિનયચંદ્રજી અને તેરાપંથી સાધુ જીતમલજી (જેઓ આચાર્યપદ બાદ જયાચાર્ય નામથી ઓળખાયા) જેવા અનેક સાધુઓએ ચોવીશીરચના કરી, જે આ સ્વરૂપની લોકપ્રિયતા અને ભક્તિમાર્ગના વ્યાપક પ્રસારનું પરિણામ કહી શકાય.
આમ, આ શતકમાં ૧૮મા શતક કરતાં ચોવીશી-સર્જનનો પ્રવાહ મંદ થતો અનુભવાય છે પરંતુ સંપ્રદાયભેદની દષ્ટિએ ચોવીશીરચનાનો વિસ્તાર વ્યાપક બને છે.
આ શતકમાં પદ્મવિજયજી, લક્ષ્મીસૂરિ, જ્ઞાનસારજી, રત્નવિજયજીની જ્ઞાનપ્રધાન ચોવીશીઓ મહત્ત્વની બની રહે છે, તેમજ પદ્મવિજયજી, જ્ઞાનસારજી, દીપવિજયજી, આદિની ચરિત્રપ્રધાન રચનાઓ પણ ધ્યાન ખેંચે છે, ચતુરવિજયજી, સુમતિપ્રભસૂરિ, ખુશાલ મુનિ જેવા કવિઓ ભાવપૂર્ણ ભક્તિપ્રધાન ચોવીશી-સર્જકોની પરંપરાનું સાતત્ય જાળવી રાખે છે.
૪૮ - ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય મા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org