________________
દેવો હુવે તો તુરત જ દીજીયે રે, હાલી લાલચ કાય. મનવાંછિત મુઝશિવસુખ આપીયે રે, કહે સુંદર જિનરાય.
(૧૨, ૫) તો આવા જ બાળક જેવા સરળ ભાવે પોતાના પાપોને માટે પ્રાયશ્ચિત્ત પણ ઇચ્છે છે :
હું ભમીઓ ભવમાંહિ, ઘણા ભવહારીઓ,
ભજ્યો નહિ ભગવાન, કે બંધ ભારી; લાલચ વાયો જીવલે, હુઓ બહુ લોભીઓ,
થાપણ મોસામાંહિ ઘણું મન થોભીઓ. ૨ કીધાં ક્રોધ અપાર, માયામેં દિલ કીયો,
લોક તણો બહૂ માલ, અન્યાયે લૂંટી લીયો. કીધા સઘળાં પાપ, કહું હવે કેટલાંક જાણે તું જગદિસ, કહ્યા મેં જેટલા. ૪
(૨૩, ૨-૪) કવિએ જેમ સરળ રીતે પોતાની ભાવ-અભિવ્યક્તિ કરી છે, એ જ રીતે પોતાના ભાવને પુષ્ટ કરવા એવા જ સરળ અલંકારો પ્રયોજવાનું પસંદ કર્યું છે, જે બહુધા પરંપરાગત હોવા છતાં કવિના કથયિતવ્યને યોગ્ય રીતે વેધક બનાવવામાં સહાયભૂત બને છે. પરમાત્મા પ્રત્યેના દઢ સ્નેહને અભિવ્યક્ત કરવા ઉપમા અલંકાર પ્રયોજીને કહે છે :
મેં તો તો શું માંડીઓ પૂરણ અવહડ પ્રેમ રી. ચાહું ચરણારી ચાકરી જલધર ચાતક જેમ રી. ભમર કમલ ઉપર ભમઈ રહૈ લીણો દિનરાત રી. પ્રીત જિ કે નવિ પાલટે, પડિય પટોલી ભાંત રી.
' (૧, ૨-૩) તો પરમાત્માની કૃપા સેવક પર વરસતી હોય તો મોહરાજા શું કરે ? એ વાત દષ્ટાંત અલંકાર દ્વારા વર્ણવતાં કહે છે :
તુમ સરીખા સાહિબ સિર છલૈ રે, મોહ કરે કિમ જોર. સૂરજ ઉગે જિમ નાસૈ સહી રે, ઘૂઅડને વલિ ચોર. ૨ તિમર જાય જિમ દીપક દેખનૈ રે, અગન થકી જિમ સીત સીહ આગ મૃગ કિમ માંડી સકે રે, એ જગગુરુની રીત. ૩
(૧૨, ૨-૩) તો વળી ક્યારેક પરમાત્મા પ્રત્યેની પોતાની એકપક્ષી પ્રીતિ વિશે ફરિયાદ કરતા કહે છે :
એકપખી જિન કરતાં પ્રીતડી, ન હુ રંગ ઉમંગ દિપક રાતે જે કાંઈ મનમૈ નહીં, જલ બલે મરે પતંગ
(૧૭, ૨) અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન - ૩૭૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org