________________
ગુણચંદ્રગણિકત સ્તવનચોવીશી
ભલે મીંડું શ્રી ગુરુ ગણપતિભ્યાં નમઃ
(વાટકી વિલોકુ રે ભાવી જિનતણી રે એ દેશી.). શ્રી વિનીતાનગરી અતિ રેલીયામણી રે જિહાં રાજે ત્રણિયે ભુવનના રાય નાભિભૂપ મરુદેવિના નંદના રે મોરું મન તસુ સેવાઇ ઠહરાય ૧.
હું બલિહારી રે ઋષભ નિણંદની રે. એ આંકણી પ્રથમ રાજેશ્વર પહિલા જિનપતી રે પ્રથમ કેવલી તીરથરાય પહિલા ધર્મચક્રી જગપૂજ્ય છો રે ગુણીજન પાંચે નામેં ગાય. ૨. હું બલિ. જુગલા ધર્મ નિવારીયું જ્યો રે થીતિ કાજ કરવા ઉપગાર વિદ્યા વિનય સીખાવી ચાતુરી રે નિપુણ કરવા કેઈ નરનારિઈ ૩. હું બલિ. સહસ વરસ લગે વિચઢ્યા સંયમી રે બાઈ નિરમલ શુક્લ ધ્યાન ત્રય કાલ જાણે પ્રભુ ઈક સમયમ રે નીપજાવ્યું એવું કેવલનાંણ ૪. હું બલિ. સમવસરણમાં બેસી દેશના રે ઉપદેશ્યા ચ્યારે અનુયોગ સપ્તભંગી ષટદ્રવ્ય નર્યો સજી રે સ્યાદવાદ શુદ્ધ સંયોગ . હું બલિ. સુપેર વિવેચન શિક્ષા ભવ્યને રે સમજાવી જિનધર્મની નીતિ રત્નત્રયી રંગી પ્રાણી કયા રે જિનપદ નામની એ રીતિ ૬. હું બલિ. ઈમ ઉપગાર કર્યા અરિહંતજી રે તે પ્રભુસ્યું હોજ્યો મુજ સંગ ગુણચંદ્ર ગણિને શ્રી જગન્નાથજી રે પદકુંજ સેવન રંગ ૭. હું બલિ.
ઇતિ શ્રી પ્રથમ તિર્થપતે સ્તવને ૧.
- અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન : ૨૬૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org