________________
અરિહંતદેવ જોડે સંવાદ સાધે છે.
એની સાથે જ, આ સ્તવનોમાં અનેક સ્થળે કાવ્યસૌંદર્યના રસમય પ્રદેશો પણ રહ્યા છે. ક્યાંક સમગ્ર કાવ્યરચનામાં તો ક્યાંક પંક્તિ-પંજ્યાધમાં પ્રગટ થતું કાવ્યતત્ત્વ આજના આધુનિકરુચિના ભાવકને પણ સંતોષે એવું બન્યું છે.
આમ, અઢારમા શતકમાં ચોવીશી-સ્વરૂપના અનેક ઉચ્ચતમ સૌંદર્ય પ્રદેશોનો આવિષ્કાર થયો અને ચોવીશી સ્વરૂપ માટે જ નહિ પરંતુ સમગ્ર જૈનસાહિત્ય અને ગુજરાતી સાહિત્ય માટે પણ મૂલ્યવંત ચોવીશીરચનાઓ આ શતકમાં પ્રાપ્ત થઈ.
૧મું શતક આ શતકમાં કુલ ૨૯ ચોવીસીઓ ઉપલબ્ધ છે, તેમાંની ૨૦ પ્રકાશિત છે, નવ અપ્રકાશિત છે. તેમાંથી બેની હસ્તપ્રતો પ્રાપ્ત થઈ છે, જેની સંપાદિત વાચના પ્રકરણ-૭માં પ્રસ્તુત છે. ઓગણીસમા શતકનો આધાર જૈન ગૂર્જર કવિઓ ખંડ-૬ અને ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧ છે. સાથે જૈન ગૂર્જર સાહિત્યરત્નો અને તેમની કાવ્યપ્રસાદી ભાગ-૨ પ્રકા. શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈનસાહિત્યોદ્ધાર ફંડનો સંદર્ભ લીધો છે. (૧) પદ્યવિજયજી કૃત પંચકલ્યાણકયુક્ત ચોવીશી સં. ૧૭૯૨થી ૧૮૬૨. પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૨૧૮થી ૨૩૩
(૨) ભક્તિરસઝરણાં ભાગ-૧ સંપા. અભયસાગરજી પૃ. ૬૪૧થી ૬૬૦
(૩) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ. (૨) પદ્મવિજયજી કૃત દ્વિતીય ચોવીશી સં. ૧૭૯૨થી ૧૮૬૨ પ્રકાશિત
(૧) ચોવીશી વિશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૨૩૩થી ૨૫૧ (૨) ભક્તિરસઝરણાં ભાગ-૧ સંપા. અભયસાગરજી પૃ. ૬૬ ૧થી ૬૮૫
(૩) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ. (૩) રત્નવિજયજી – રચના સં. ૧૮૨૪ પ્રકાશિત.
(૧) ભક્તિરસઝરણાં ભાગ-૨ સંપા. અભયસાગરજી પૃ. ૩૬થી ૩૯૦. ( જિનલાભસૂરિકૃત પ્રથમ સ્તવનચોવીશી સં. ૧૭૮૪થી ૧૮૩૪ પ્રકાશિત -
(૧) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ. (૫) જિનલાભસૂરિકૃત દ્વિતીય સ્તવનચોવીશી સં. ૧૭૮૪થી ૧૮૩૪ પ્રકાશિત
(૧) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ (૬) ભાણવિજયજી સમય – અનિર્ણિત પ્રકાશિત
(૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૨૮૮થી ૩૦૨. (૨) ભક્તિરસઝરણાં ભાગ-૧ સંપા. અભયસાગરજી પૃ. ૧૧રથી ૧૩૪ (૩) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ
ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા - ૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org