________________
અને ભક્તને જ્યારે પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થાય છે, એ પ્રસંગને વર્ણવતાં કહે છે;
આજ સફળ દિન મુજ તણો, મુનિસુવ્રત દીઠા. ભાંગી તે ભાવઠિ ભવતણી, દિવસ દુરિતના નીઠા. ૧ આંગણે કલ્પવેલી ફળી, ધન અમયના વૂઠા આપ માંગ્યા તે પાસા ઢળ્યા, સુર સમકિતી તૂઠા.” ૨.
(૩, ૨૦, ૧-૨). પરમાત્માનાં દર્શન થયાં એટલે સૌ દુઃખમય દિવસો ગયા, ભવની તૃષા ટળી, આંગણે કલ્પવેલી ફળી, અમૃતના મેઘ વરસ્યા અને સમ્યગુદૃષ્ટિ દેવો પ્રસન્ન થયા આ પરંપરાગત વર્ણન પણ કવિહૃદયના પ્રબળ ભાવાવેગને કારણે આસ્વાદ્ય બની રહે છે.
કવિ પોતાને પરમાત્મ દર્શન આ વિષમ એવા કળિકાળમાં પ્રાપ્ત થયું હોવાથી, અન્યોની દૃષ્ટિએ અશુભ એવા કળિકાળને પણ સુખદાયી ગણે છે.
મલ્લિ જિનેશ્વર મુજને તુહે મિલ્યા, જેહમાંહિ સુખકંદ. વાલ્વેસર, તે કળિયુગ અચ્છે ગિરૂઓ લેખવું, નવિ બીજા યુગવંદ. વાલ્વેસર આરો સારો રે મુજ પાંચમો, જિહાં તુહ દરિસણ દીઠ. વાલ્વેસર મરૂભૂમિ પણ સ્થિતિ સુરતરૂ તણી, મેરુ થકી હુઈ ઈઠ. વાલ્વેસર
(, ૧૯, ૧-૨) પ્રિયતમ-પરમાત્માનાં દર્શન પછીની સ્થિતિને વર્ણવતાં કહે છે;
રણપ્રદેશમાં કલ્પવૃક્ષની પ્રાપ્તિ થયા બાદ માનવ માટે રણપ્રદેશ એ તો મેરુપર્વત અને નંદનવનથી પણ વિશેષ સોહામણો-મનગમતો પ્રદેશ બની રહે છે. કવિએ આ પંક્તિઓમાં કરેલી રૂપકયોજના કવિહૃદયની ધન્યતાની કૃતકૃત્યતાની અનુભૂતિને સુંદર રીતે અભિવ્યક્ત કરે છે.
આવા અલૌકિક, અપૂર્વ દર્શનની પ્રાપ્તિ તો થઈ છે, પરંતુ પ્રત્યેક મિલનની પાછળ વિરહ છુપાયેલો હોય છે. ભક્તના હૃદયને તો પરમાત્માના મુખકમળને અનિમેષ નયને જોવા છતાં તૃપ્તિ થતી નથી. દીઠ તે તૃપ્તિ ન હોઈ રે (૩, ૯, ૨) એટલે જ કવિ પરમાત્મા સાથે કદી વિરહ ન થાય એવું શાશ્વત મિલન ઇચ્છે છે.
જિનવિરહ કદીયેં નવિ હૃર્યું, કીજિયેં તેહવો સંચ રે; કર જોડી વાચક જણ કહે ભાંજો તે ભેદ પ્રપંચ.'
(, ૯, ૩) ભક્તને પરમાત્માની વિરહની અનુભૂતિ થાય છે, કારણ કે ભક્ત પોતે પરમાત્માથી ભિન્ન છે એવી ભેદબુદ્ધિ ધારણ કરે છે. આ ભેદબુદ્ધિ તે જ વેદાંતમાં વર્ણવેલી માયા અને જેનદર્શનમાં વર્ણવેલ અજ્ઞાન છે. આનંદઘનજીના પદ્મપ્રભસ્વામી સ્તવનની યાદ આવી જાય એ રીતે કવિ આ ભેદપ્રપંચ દૂર કરવા કહે છે.
શીતલજિન ! તુજ મુજ વિચિ આંતરું, નિચેથી નહિ કોય.
દેસણ નાણ ચરણ ગુણ જીવને, સહુને પુરણ હોય. ચોવીશીઃ સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org