SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ કવિની પરમાત્મા સાથેની પ્રીતિ દઢ ગુણાનુરાગમાંથી જન્મેલી પ્રીતિ છે. આ પ્રીતિ સંસારના સંબંધમાંથી જન્મેલી પ્રીતિ નથી. સ્નેહરાગજન્ય પ્રીતિ નથી.) તેમ જ કોઈ મત કે સંપ્રદાયની વંશપરંપરાથી પ્રાપ્ત અથવા પોતે સ્વીકારેલા મતની અંધ ભાવે ઉપાસનાની પ્રીતિ નથી, દષ્ટિરાગજન્ય પ્રીતિ નથી. પરંતુ આત્મામાંથી પ્રગટેલી, શુદ્ધ ગુણાનુરાગથી પોષાયેલી નિર્મળ પ્રીતિ છે. પોતાની વાત કવિ દગંત અલંકાર દ્વારા સ્પષ્ટ કરે છે; વ્યસન ઉદય જલધિ જે અણુહરે, શશીને તેજ સંબંધ, અણસંબંધ કુમુદ અણુહરે, શુદ્ધ સ્વભાવ પ્રબંધ” (, ૧૫, ) કવિ પુરાણકથા (Myth)નો સંદર્ભ લઈ કહે છે. સાગરનો પુત્ર ચંદ્ર હોવાથી ચંદ્રની કળાની વધઘટ સાથે સમુદ્રમાં પણ ભરતી-ઓટ આવે છે. પૂનમના દિવસે ચંદ્રની પૂર્ણકળા જોઈને ભરતી આવે છે. તો અમાસે ચંદ્રના ઉદયને ન જોતાં ઓટ આવે છે. પરંતુ કુમુદ (ચંદ્રવિકાસી કમળ)નું ફૂલ આવા કોઈ સંબંધ વિના શુદ્ધ સ્વભાવથી પ્રેરાઈ ચંદ્રને અનુસરે છે. એ જ રીતે કવિના હૃદયમાં પરમાત્માના ગુણો વસ્યા હોવાથી શુદ્ધ સ્વભાવની પ્રીતિ જાગી છે. પરમાત્માનું અપૂર્વ ગુણમય સ્વરૂપથી આકર્ષાઈને જ કવિ કહે છે. પરમાત્માના ગુણવૈભવથી આકર્ષાઈને જ કવિ કહે છે; જગજીવન જગવાલો, મરુદેવીનો નંદ લાલ રે.' (૪, ૧, ૧) પરમાત્મા જગતના જીવન અને જગતના સૌ જીવોના પ્રિય છે. પરમાત્મા પ્રિયતમ બન્યા છે. આ પ્રીતિ અંગે કવિ કહે છે; સુમતિનાથ ગુણશ્લેમિલીજી, વધ મુજ મન પ્રીતિ.' (બ, ૫, ૧). આ પ્રીતિ ગુણમાંથી જન્મી છે અને સતત વૃદ્ધિ પામે છે. નારદે પણ ભક્તિનું વર્ણન કરતાં કહ્યું છે; પ્રતિક્ષvi વર્ધમાનમ્ II (પવિતસૂત્ર, પૃ. ૪') પ્રિયતમ એવા પરમાત્માનું મિલન હૃદયને ધન્યતાનો અનુભવ કરાવે છે, તે વર્ણવતાં કહે છે; સુગુણ મેલાવે જેહ ઉચ્છાહો રે, મણુના જન્મનો તે જ લાહો રે. (૩, ૩, ૨) કવિ પળ-પળે આ ગુણવંત સાહેબના ગુણોનું સ્મરણ કરે છે; ખિણ ખિણ સમરું રે ગુણ પ્રભુજી તણા, એ મુજ લાગી ટેવ.' (૩, ૫, ૧) તો કવિને આવી જે ગુણોની લગની લાગી છે, તો પરમાત્માના કયા ગુણો કવિના હૃદયમાં વસ્યા છે? પરમાત્માની કઈ ગુણસમૃદ્ધિએ આ ભક્તકવિને આકર્ષી પળે પળે યાદ કરવાની ટેવ પાડી દીધી છે? ભક્તને માટે નિશિદિન સૂતાં જાગતાં હૈયાથી શાને દૂર થતા નથી ? કવિ પરમાત્માની બાહ્ય-અત્યંતર ગુણસમૃદ્ધિને વિવિધ રીતે વર્ણવે છે; મા ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) - ૮૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy