________________
તેમજ ચોસઠ ઈંદ્રો પરમાત્માની સેવા કરી રહ્યા છે. ચતુર્વિધ સંઘ પરમાત્મા સમક્ષ મુજરો કરી મન મોહી રહ્યા છે અને પરમાત્માના દેશવિરતિ (શ્રાવક ધર્મ) અને સર્વવિરતિ (સાધુધર્મ)ના આદેશ સ્વીકારીને અનેક જીવો સંસારસાગરથી પાર પામ્યા છે.
કવિએ આવું જ સુંદર વર્ણન ચંદ્રપ્રભસ્વામી સ્તવનમાં ચંદ્રથી પણ પ્રભુ કઈ રીતે ચઢિયાતા છે. તેનું વર્ણન કરતાં કહ્યું છે. પરમાત્માને પૂર્ણ ઓળખાવવા ચંદ્રની ઉપમા તો ઓછી પડે, કારણ કે, ચંદ્ર તો અમુક મર્યાદિત ક્ષેત્રમાં જ પ્રકાશ ફેલાવી શકે, ત્યારે પરમાત્મા સર્વ ક્ષેત્રોમાં પ્રકાશ ફેલાવનારા છે. ચાંદની સુંદર છે, પરંતુ પરમાત્માના મુખમાંથી પ્રગટેલ પ્રવચન તો અનુપમ સુંદરતાને ધારણ કરનાર છે.
કવિની વર્ણનશક્તિ તેમજ રવાનુકારી શબ્દો અને પુનરાવર્તિત શબ્દો દ્વારા લય નિષ્પન્ન કરવાની શક્તિનો અદ્દભુત અનુભવ શાંતિનાથ સ્તવનમાં થાય છે.
પરમાત્માની પાછળ સમવસરણમાં શોભતા અશોકવૃક્ષ અને પુષ્પવૃષ્ટિનું મનોહર વર્ણન કરતાં કવિ કહે છે;
ગેહરી ગેહરી અશોકતરૂરી છીંહિ છાયામેં છાયામેં છાયામેં હે નીરખો જિનપતિ રે.
માંહકાયા રસણા. નીચે નીચે લક્ઝર ભરપૂરપૂરામેં રહે
જગમગે તનવૃતિ રે
(૧૬, ૧) તો મનોહર ભામંડલ પ્રાતિહાર્યના તેજનું વર્ણન કરતાં કહે છે, ભાસે ભાસે ભામંડલ રી ભાસ ઉજાસે ઉજાસ
હે સમોસરણ સભા રે
(૧૬, ૫) કવિના આ કાવ્યમાં તીર્થંકર-પરમાત્માના અષ્ટમહાપ્રાતિહાર્યનું મનોહર રીતે વર્ણન થયું છે.
કવિએ પરમાત્માના ત્રિભુવન ઉપકારી, દેદીપ્યમાન રૂપને વર્ણવવા ત્રણ મનોહર રૂપકોની યોજના કરી છે. કંથુનાથ સ્તવનમાં પરમાત્માને સૂર્યના રૂપકથી ઓળખાવ્યા છે. શ્રી કુંથુનાથરૂપી સૂર્ય જિનશાસનરૂપી પર્વતના શિખર પર ઉદય પામ્યા છે, અને તેમનો પ્રકાશ દશે દિશામાં પહોંચે છે. તેઓ સૂર્યની જેમ જ પ્રમાદ વિકથા આદિ નિદ્રાને દૂર કરે છે અને આશ્રવરૂપી કીચડને સુકાવી દે છે. કવિ કુંથુનાથ ભગવાનના પિતાના નામનો ઉલ્લેખ કરી શ્લેષ અલંકાર સર્જે છે, સૂરdશે અભિનવ સૂર શ્રીદેવી રો સુત ભયો.
(૧૭, ૪) સૂર રાજાનો વંશમાં નવો કુંથુનાથ (શ્રીદેવીના પુત્ર)રૂપી સૂર્ય ઉદય પામ્યો છે.
કવિએ મલ્લિનાથ સ્તવનમાં પરમાત્માને કલ્પવૃક્ષરૂપે ઓળખાવ્યા છે. આ કલ્પવૃક્ષ ભવ્ય જીવો રૂપી પ્રવાસીઓ માટે વિશ્રામ સમાન છે. ગણધરો રૂપી હંસો તેની સેવા કરે છે, અને સાધુરૂપ ભમરાઓ તેની
- અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૨૮૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org