________________
ઉપદેશપદ : ભાગ-૧ तथा चार्षम्:- "सव्वनईणं जा हुज वालुया सव्वुउदहि जं तोयं । एत्तो अणंतगुणिओ अत्थो सुत्तस्स एक्कस्स ॥१॥" कथं वक्ष्ये इत्याह;- तस्य महाभागादिगुणभाजनस्य भगवतो महावीरस्योपदेशास्तदुपदेशास्तेभ्यः 'तदुपदेशतः', महावीरागमानुसारेणेत्यर्थः, स्वातन्त्र्येण च्छद्मस्थस्योपदेशदानानधिकारित्वात् । कीदृशानीत्याह,- 'सूक्ष्माणि' सूक्ष्मार्थप्रतिपादकत्वात् कुशाग्रबुद्धिगम्यानि, अत एव भावार्थ ऐदम्पर्यं तदेव सारः पदवाक्यमहावाक्यार्थेषु मध्ये प्रधानं तेन युक्तानि 'भावार्थसारयुक्तानि' । भावार्थश्च “एयं पुण एवं खलु" इत्यादिना वक्ष्यते । किमर्थमित्याह;- मन्दा जडा संशयविपर्ययानध्यवसायविप्लवोपेता तत्त्वप्रतीतिं प्रति मतिर्बुद्धिर्येषां ते तथा तेषां विबोधनं संशयादिबोधदोषापोहेन परमार्थप्रकाशनं तदेवार्थः प्रयोजनं यत्र भणने तद् 'मन्दमतिविबोधनार्थम्', क्रियाविशेषणमेतत् ॥१-२॥
આ સંસારમાં ખરેખર ! જીવો આર્યદેશમાં જન્મ પામેલા હોવા છતાં, નિર્મલ કમલના સમૂહ સમાન નિર્મલ કુલ જાતિ વગેરે ગુણરૂપ મણિઓના સૌંદર્યનો અનુભવ કરનારા હોવા છતાં, તેવા પ્રકારના શાસ્ત્રાભ્યાસથી થયેલા શ્રેષ્ઠમતિ માહાભ્યથી બૃહસ્પતિનો પણ તિરસ્કાર કરનારા હોવા છતાં, કરેલી ઉદારતા-દાક્ષિણ્યતા-પ્રિયવચન આદિ અનુપમ કાર્યપરંપરાથી શ્રેષ્ઠ ચિત્તવાળા સર્વ મનુષ્યોની માનસિક હર્ષરૂપ સંપત્તિઓને પ્રાપ્ત કરનારા હોવા છતાં, મોહરૂપ મદિરાનું ઘેન મંદ થઈ જવાથી મોક્ષનગરના માર્ગને અનુકૂળ હોય તેવા વિષયવૈરાગ્યને કંઈક પ્રાપ્ત કરનારા હોવા છતાં, પ્રાયઃ સકલકુશળ કાર્યોના પ્રારંભ માટે મૂલ બીજ સમાન, એથી જ નિધાન અને કામધેનુ વગેરે (સર્વ) પદાર્થોના પ્રભાવને હલકો પાડનારાં અને અતિશય મોહરૂપ અંધકારના ફેલાવાને દૂર કરનારાં (અટકાવી દેનારાં) જિનપ્રણીત ઉપદેશપદો વિના સમ્યગ્દર્શનાદિરૂપ પરિપૂર્ણ મોક્ષમાર્ગમાં પ્રવેશ કરવા દ્વારા શ્રેષ્ઠ થવા માટે યોગ્ય બનતા નથી, અર્થાત્ મોક્ષમાર્ગમાં પ્રવેશ કરવાને યોગ્ય બનતા નથી. તથાં કોઈ પણ રીતે મોક્ષમાર્ગમાં પ્રવેશ કરવા છતાં અનાદિકાળથી વળગેલી અને આત્માની સાથે વિશેષથી એકમેક થયેલી વાસના(=મિથ્યાજ્ઞાનથી થયેલા સંસ્કાર)ની પરંપરારૂપ વિષવેગના જોરથી જેમનું મન ક્ષોભ પામી રહ્યું છે એવા જીવો જિનપ્રણીત ઉપદેશપદો વિના મોક્ષમાર્ગમાં સ્થિરતાનું આલંબન લેવા માટે સમર્થ થતા નથી, અર્થાત્ સ્થિર બની શકતા નથી.
આ ગ્રંથમાં જ આગળ કહેશે કે- “ચોથું ગુણસ્થાન આદિ ગુણસ્થાનનો આરંભ કરનારા, અર્થાત્ ચોથું ગુણસ્થાન આદિ કોઈ ગુણસ્થાનને પામવા માટે સંપૂર્ણ યોગ્યતાને પામેલા, ભવ્ય જીવોને અને તેવા પ્રકારના ક્લિષ્ટ કર્મોદયથી વિવક્ષિત ગુણસ્થાનથી નીચે પડી રહ્યા છે તેવા જીવોને આ ઉપદેશ "પ્રાય: સફલ છે. અહીં આશય એ છે કે જે જીવો ઉપરના ગુણસ્થાને ચઢવાને માટે લાયક હોય તેવા જીવો આ ઉપદેશથી ઉપરના ગુણસ્થાને ચઢે છે. અને જે જીવો પ્રાપ્ત કરેલા ગુણસ્થાનથી પડી રહ્યા હોય તેવા જીવો આ ઉપદેશથી પડતા બચી જાય છે. એથી આ બે પ્રકારના જીવો માટે આ ઉપદેશ સફલ છે. પણ જે ભવ્યજીવો ગુણસ્થાનકમાં સ્થિર હોય તેમને આ ઉપદેશ સફલ બનતો નથી.” (ઉપદેશપદ ગાથા ૪૯૯) ૧. નિકાચિત કર્મોના ઉદયથી પડતા જીવોને આ ઉપદેશ સફળ બનતો નથી માટે અહીં પ્રાયઃ કહ્યું છે.