________________
: ૬૦ :
૧ શ્રાવકધર્મ-પંચાશક
ગાથા-૨૦
(૧-૨-૩) પહેલા ત્રણ અતિચારની ઘટના –જે ભૂમિને ત્યાગ કર્યો છે તે ભૂમિમાં બીજા દ્વારા કઈ વસ્તુ મેકલે કે તે ભૂમિમાંથી બીજા દ્વારા કોઈ વસ્તુ મંગાવે તે અતિચાર લાગે. સહસા કે અનુપયોગ આદિથી આમ કરે તે અતિચાર લાગે, જાણી જોઈને કરે તે વ્રતભંગ જ થાય. જેણે હું નહિ કરું અને બીજા પાસે નહિ કરાવું એ રીતે નિયમ લીધો હોય તેને બીજા પાસેથી મંગાવવાથી કે મેકલવાથી આ ત્રણ અતિચારે લાગે. પણ જેણે હું નહિ કરું તેવું વ્રત લીધું હોય તેને બીજા પાસેથી મંગાવવાથી કે મોકલવાથી આ ત્રણ અતિચારો ન લાગે. કારણ કે તેને નિયમ જ નથી. જેણે હું નહિ કરું એવો નિયમ લીધે હોય તેને સહસા કે અનુપયોગ આદિથી જાતે મર્યાદાથી બહાર જાય કે બહાર જવાની ઇચ્છા વગેરે દ્વારા અતિક્રમ આદિ લગાડે તે અતિચાર લાગે.
(૪) ક્ષેત્રવૃદ્ધિ – જવા-આવવા માટે ત્યાગ કરેલા ક્ષેત્રમાં વધારો કરે તે ક્ષેત્રવૃદ્ધિ અતિચાર. તે આ પ્રમાણે પૂર્વ દિશામાં સે માઈલથી આગળ નહિ જવું, પશ્ચિમ દિશામાં પણ સો માઈલથી આગળ નહિ જવું, એ નિયમ લીધા પછી પૂર્વ દિશામાં સે માઈલથી આગળ જવાની જરૂરિયાત ઊભી થતાં પશ્ચિમ દિશાના ૯૦ માઈલ કરી તેના ૧૦ માઈલ પૂર્વ દિશામાં ઉમેરીને ૧૧૦ માઈલ કરે. આમ કરવામાં બસે યજન પરિમાણુ કાયમ રહેવાથી અને વ્રતસાપેક્ષ હોવાથી વ્રતભંગ ન થાય, પણ પરમાર્થથી પૂર્વ દિશામાં દશ માઈલ વધી જવાથી વ્રતભંગ ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org