________________
: ૨૧૨ : ૩ ચિત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૨૦-૨૧
બંને હાથની આંગળીઓને એક બીજાની વચ્ચે રાખીને હથેળીનો આકાર કમળના છેડા જે કરવાથી અને બંને હાથની કોણિ પેટ ઉપર રાખવાથી રોગમુદ્રા થાય છે. જે મુદ્રામાં યોગની મુખ્યતા છે તે ગમુદ્રા. યોગ એટલે બે હાથની વિશિષ્ટ રચના. અથવા યોગ એટલે સમાધિ.
ગમુદ્રા અમુક પ્રકારના વિનોનો નાશ કરવામાં સમર્થ છે. જિનમુદ્રાનું સ્વરૂપઃ
चत्तारि अंगुलाई, पुरओ ऊणाइ जत्थ पच्छिमओ। વાયાળું પાકો, ના હો વિમુદ્દા પર ન
બે પગ વચ્ચે આગળના ભાગમાં ચાર આંગળ જેટલું અને પાછળના (પાનીના) ભાગમાં ચાર આંગળથી કંઈક ઓછું અંતર રાખવાથી જિનમુદ્રા થાય છે. જિન એટલે અરિહંત. કાઉસ્સગમાં રહેલા જિનની મુદ્રા તે જિનમુદ્રા. અથવા જિન એટલે જિતનાર. વિદનોને જિતનારી મુદ્રા તે જિનમુદ્રા. (૨૦) મુક્તાશુક્તિ મુદ્રાનું સ્વરૂપ –
मुत्तासुत्ती मुद्दा, समा जहिं दोवि गम्भिया हत्था। ते पुण ललाडदेसे, लग्गा अण्णे अलग्गत्ति ॥२१॥
બે હાથની આંગળીઓ પરસ્પર સામસામી રાખી, વચ્ચેથી હથેળી પિલી રાખી, બે હાથ લલાટે લગાડવાથી અથવા બીજાઓના મતે લલાટથી દૂર રાખવાથી મુક્તાશુક્તિ મુદ્રા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org