________________
ગાથા-૩૫ ૫ પ્રત્યાખ્યાન—પચાશક
* ૩૫૭ :
અપ્રમાદથી અધિક અપ્રમાદ થાય છે, એટલે કે સવિરતિ રૂપ સામાયિકથી જે અપ્રમાદ થયેા છે તેમાં ત્રણ આહારના ત્યાગથી વધારા થાય છે. આમ, સર્વવિરતિમાં ખાધ ન થતા હાવાથી અને અપ્રમાદમાં વધારા થતા હાવાથી સાધુને પશુ તિવિહારનુ`. પ્રત્યાખ્યાન સંગત છે. (૩૪)
વિશિષ્ટ અવસ્થામાં સાધુથી દુવિહાર પણ થઈ શકે:एवं कर्हिचि कज्जे, दुविहस्स वि तष्ण होति चितमिणं । सच्च जइणो णवरं, पाएण ण अण्णपरिभोगो ।। ३५ ।।
પૂર્વ પક્ષ:- ( ri=} અપ્રમાદવૃદ્ધિનુ કારણ હાવાથી તિવિહાર પ્રત્યાખ્યાનના સ્વીકાર કરવામાં આવે તેા, માંદગી આદિ કાઈ કાર્ય માં દુવિહારનુ' પણ પ્રત્યાખ્યાન શું ન થાય ? અર્થાત્ થાય. આથી તિવિહાર પ્રત્યાખ્યાન થઇ શકે એવા તમારા મત વિચારણીય છે.
તાત્પ :–તિવિહારના પ્રત્યાખ્યાનના સ્વીકાર કરવામાં દુવિહાર પ્રત્યાખ્યાનના પશુ સ્વીકાર કરવાની આપત્તિ આવશે. આથી તિવિહાર પ્રત્યાખ્યાન થઈ શકે એવા તમારા મનુ તમારે વિચારવાની જરૂર છે.
ઉત્તર પક્ષઃ-તમારી વાત સાચી છે. અર્થાત્ તેવા વિશિષ્ટ પ્રસંગે દુવિહાર પ્રત્યાખ્યાન માન્ય છે. પણ સાધુને પ્રાયઃ વિશિષ્ટ માંદગી આદિ સિવાય ખાદિમ અને સ્વાદિમ આહારનુ ભાજન હેાતું નથી. કારણ કે શાસ્ત્રમાં અતાવેલાં વેદના આદિ છ કારણેાથી આહાર કરવાના છે, ખાદિમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org