________________
ગાથા૧૭-૧૮ ૮ જિનબિંબવિધિ—પંચાશક : ૪૬૭ :
-
-
ભૂમિશુદ્ધિ તથા સંસ્કારનું પ્રતિપાદન – तेणेव खेत्तसुद्धी, हत्थसयादिविसया णिओगेण । कायव्यो सकारो, य गंधपुष्पादिएहि तहिं ॥ १७ ॥
પ્રતિષ્ઠા વખતે શુભ મન-વચન-કાયાથી જિનમંદિરની ચારે બાજુ સે હાથ પ્રમાણ કે તેથી થોડી વધારે ઓછી ભૂમિની શુદ્ધિ અવશ્ય કરવી, અર્થાત્ તેટલી ભૂમિમાં હાડકું માંસ વગેરે અશુચિ પદાર્થ છે કે નહિ તે જોવું. જે અશુચિ પદાર્થ હોય તો ત્યાંથી લઈને દર મૂકી દે. તથા જિનમંદિરમાં સુગંધી પુષ્પ, ધૂપ વગેરેથી સત્કાર કરે. (૧૭)
પ્રતિષ્ઠામાં દેવપૂજનનું વિધાન:दिसिदेवयाण पूया, सम्वेसिं तह य लोगपालाणं । ओसरणकमेणऽण्णे, सध्वेसिं चेव देवाणं ॥ १८ ॥
સવ દિક્પાલ દેવનું પૂજન કરવું. બધા લોકપાલ દેવનું પૂર્વ આદિ દિશામાં જે ક્રમથી તે રહેલા છે તે કમથી પૂજન કરવું. સૌધર્મેદ્રની આજ્ઞામાં રહેનારા સમ, યમ, વરુણ અને કુબેર એ ચાર લોકપાલ દે છે. તેઓ અનુકમે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં રહેલા છે અને તેમના હાથમાં અનુક્રમે તલવાર, દંડ, પાશ (એક જાતનું શસ્ત્ર) અને ગદા હોય છે. બીજા પંચાશકમાં (સમવસરણની રચનામાં) જણાવેલા ક્રમથી બધા દેવોનું પૂજન કરવું એમ બીજા આચાર્યો કહે છે. (૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org