________________
પ૩૪ : ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ-પંચાશક ગાથા-૨૨-૨૩
અર્થાત્ દર્શનમાત્રથી વશ કરવાની શક્તિ ધરાવનારી સ્ત્રી સંસથી તે અવશ્ય વશ કરીને વશ થનારને અનેક રીતે પાયમાલ કરે છે.”
(૪) શરીરની અલંકાર, વિલેપન આદિથી વિશિષ્ટ વિભૂષા ન કરે. અહીં વિશિષ્ટ શરીરવિભૂષા ન કરે એનો
અર્થ એ થયો કે શરીરને ટકાવવા પૂરતી જરૂરી શરીર વિભૂષા કરે પણ. (૨૧)
-છઠી પ્રતિમાને કાળઃएवं जा छम्मासा, एसोहिगतो (उ) इहरहा दिट्ठ । जावजीवपि इमं, वजइ एयम्मि लोगम्मि ॥ २२ ॥
અબ્રહ્મવજન પ્રતિમાધારી શ્રાવક શૃંગારકથા આદિના ત્યાગપૂર્વક ઉત્કૃષ્ટથી છ મહિના સુધી અબ્રહ્મને ત્યાગ કરે છે. તે સિવાયને (છઠ્ઠી પ્રતિમા ધારી સિવાયના) શ્રાવક જાવજીવ પણ અબ્રહ્મને ત્યાગ કરે છે એમ શ્રાવકોમાં દેખાય છે. અથૉત્ જેને પ્રતિમા વહન કરવી નથી, પણ અબ્રહ્મને ત્યાગ કરવો છે તે છ મહિના સુધી જ અબ્રહ્મને ત્યાગ કરી શકે એમ નહિ, કિંતુ જાવજજીવ પણ અબ્રહ્મનો ત્યાગ કરી શકે. (૨૨) -સાતમી સચિત્તવર્જન પ્રતિમાનું સ્વરૂપ :सच्चित्तं आहार, वजइ असणादियं णिश्वसेसं । असणे चाउलउंविगचणगादी सव्वहा सम्मं ॥ २३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org