________________
‘-જર ૧૦ ઉપાસકપ્રતિમવિધિ-પંચાશક ૫૪૫ :
પ્રશ્ન : -પરિપૂર્ણ દીક્ષામાં પણ માંદગી આદિ પ્રસંગે આગમમાં કહ્યા મુજબ ક્રિયા કેમ દેખાતી નથી ?
ઉત્તર –પુણકારણથી અપવાદ સ્વીકારનાર પુરુષમાં આગમમાં કહ્યા મુજબ ક્રિયા સામાન્યથી થાય છે. પણ ભૂલદષ્ટિવાળા જેને અપવાદ અવસ્થામાં સામાન્યથી થતી આગમત ક્રિયા અપવાદ રહિત અવસ્થામાં જેવી સ્પષ્ટ દેખાય છે તેવી સ્પષ્ટ દેખાતી નથી. પણ ક્રિયા સામાન્યથી થતી તે હેય છે. આ વિષયમાં ગભિલ રાજાએ રાખેલી (પોતાની બહેન) સાધવજીને છોડાવવા માટે ઉજજેની નગરીમાં છનું સામંત રાજાઓનું સૈન્ય લાવનાર શ્રી કાલિકાચાર્યનું દષ્ટાંત છે. ( આ વખતે તેમનામાં પડિલેહણાદિ બાહા ક્રિયા સ્પષ્ટ દેખાતી ન હતી, પણ થતી તો હતી. )
આગમમાં કહ્યા મુજબ બાહ્ય ક્રિયા થાય છે એ નિયમન ગુરુકમજીની આગમક્તથી વિપરીત થતી ક્રિયા સાથે વિરોધ ન આવે એટલા માટે અહીં “પ્રાય કહ્યું છે. (૪૨)
* પરમાર્થથી અયોગ્ય હોવા છતાં બાહ્યથી યોગ્ય દેખાવાથી દીક્ષા આપી હેય, અથવા દીક્ષા સ્વીકાર વખતે એગ્ય હોવા છતાં પાછળથી પરિણામમાં પરિવર્તન થયું હોય એવા જીવોની અપેક્ષાએ આ વાત હોય એમ સંભવે છે.
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org