Book Title: Panchashak Part 1
Author(s): Rajshekharsuri
Publisher: Panchashak Prakashan Samiti Navsari

View full book text
Previous | Next

Page 565
________________ પ૪૦૧૦ ઉપાસકપ્રતિમવિધિપંચાશક ગાથા ૩૨ થી ૩૪ -- - દશમી ઉદ્દિઢવર્જન પ્રતિમાનું સ્વરૂપઃउहिदकडं भत्तंपि वजती किमय सेसमारंभ । सो होइ उ खुरमुंडो, सिहलिं वा धारती कोई ॥ ३२ ॥ जं णिहियमत्थजायं, पुट्ठो णियएहि णवर सो तत्थ । जइ जाणइ तो साहे, अह णवि तो बेइ गवि जाणे ॥३३॥ जतिपज्जुवासणपरो, सुहुमपयत्थेसु णिच्चतल्लिच्छो । पुव्बोदियगुणजुत्तो, दस मासा कालमाणेणं ॥ ३४ ॥ દશમી પ્રતિમામાં રહેલ શ્રાવક પિતાના માટે બનાવેલ ભજનને પણ ત્યાગ કરે. મુશ્કેલીથી તેજી શકાય એવા ભજન સંબંધી આરંભને ત્યાગ કરનાર બીજા આરંભને ત્યાગ તે સુતરાં કરે. તે મસ્તકે અસ્ત્રાથી સંપૂર્ણ મુંડન કરાવે, અથવા કેઈક ચોટલી રાખે. ( ૩૨ ) પુત્ર વગેરે ભૂમિ વગેરેમાં રાખેલા ધનસંબંધી અમુક ધન કયાં મૂકયું છે ? કોને આપ્યું છે? વગેરે પૂછે તે પિતાને ખ્યાલ હોય તે કહે. કારણ કે જે ન કહે તે આજીવિકાને અભાવ થાય. જે જાણતા ન હોય તો નથી જાણતે એમ કહે. અર્થાત્ પુત્ર વગેરે પૂર્વે રાખેલા કે કોઈને આપેલા ધન સંબંધી કંઈ પૂછે તે જવાબ આપી શકે, પણ ઘરનું બીજું કોઈ કામ ન કરી શકે. (૩૩) સાધુસેવામાં તત્પર રહે. સક્ષમબુદ્ધિથી જાણી શકાય તેવા જીવાદિ પદાર્થોને જાણવામાં સદા ઉત્કંઠિત રહે. પૂર્વની નવ પ્રતિમાના પાલન સાથે દશ મહિના સુધી આ પ્રતિમાનું પાલન કરે. (૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578