________________
: ૫૪૨ : ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ પંચાશક ગાથા ૩૮
રાંધવાની શરૂઆત કરી દીધી હોય તે ભાત, મસૂરની દાળ વગેરે સર્વ પ્રકારને આહાર શ્રમણભૂત પ્રતિમા ધારીને લે કપે, પણ ગયા પછી જેને રાંધવાની શરૂઆત કરી હોય તે લે ન જ કલ્પે. કારણ કે ગૃહસ્થ તેના માટે ભાત વગેરે અધિક બનાવવાને સંક૯પ કરે એવી સંભાવના રહે છે. (૩૭) -અગિયારમી પ્રતિમાને ઉત્કૃષ્ટ અને સર્વ પ્રતિમાઓને જઘન્ય કાળઃएवं उक्कोसेणं, एक्कारस मास जाव विहरेइ ।। एगाहादियरेणं, एयं सव्वत्थ पाएणं ॥ ३८ ॥
ઉક્ત રીતે સાધુના આચારોનું પાલન કરતાં કરતાં ઉત્કૃષ્ટથી અગિયાર માસ સુધી માસકપાદિ વિહારથી વિચરે. જઘન્યથી આ પ્રતિમાનો કાળ એક અહોરાત્ર, બે અહોરાત્ર, ત્રણ અહોરાત્ર એમ જેટલો સમય વિચરે તેટલો છે. સર્વ પ્રતિમાઓને જઘન્યકાળ પ્રાયઃ આ પ્રમાણે છે. “પ્રાય કહીને અંતમુહૂર્ત વગેરે પણ જઘન્ય કાળ હોઈ શકે છે એમ જણાવ્યું છે. જઘન્ય કાળ મૃત્યુ થાય કે પ્રજિત બને તે હોય, અન્યથા નહિ. (૩૮).
અહીં છેલ્લી સાત પ્રતિમા આવશ્યકચૂર્ણિમાં બીજી રીતે જણાવી છે. તે આ પ્રમાણે - રાત્રિભેજનને ત્યાગ તે પાંચમી પ્રતિમા. સચિત્ત આહારને ત્યાગ તે છઠ્ઠી પ્રતિમા. * ભિક્ષા માટે ઘરમાં પ્રવેશ કરતાં “કમળોurણા તમારત પન્નાથ મિલા રરપ્રતિમાપારી શ્રાવકને ભિક્ષા આપે એમ કહે.” તમે કોણ છે એમ કેઈ પૂછે તો હું પ્રતિભાધારી શ્રાવક છું એમ કહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org