________________
ગાથા-૨૪૨૫ ૧૦ ઉપાસકપ્રતિમવિધિ-પંચાશક ૫૩૫
पाणे आउकार्य, सचित्तरससंजुअं तहणंपि । पंचुंगरिककडिगाइयं च तह खाइमे सव्वं ॥ २४ ॥ दंतवणं तंबोलं, हरेडगादी य साइमे सेसं । सेसपयसमाउत्तो, जा मासा सत्त विहिपुव्वं ॥ २५ ॥
સાતમી પ્રતિમામાં રહેલો શ્રાવક અશનાદિ ચારે પ્રકારના સચિત્ત ભજનને ત્યાગ કરે છે. અશનમાં ચોખા, ઘઉં, ચણા, તલ વગેરેનો વિશુદ્ધભાવથી સર્વથા (=અપક્વ, દુપક્વ, તુછૌષધિ વગેરે અતિચારે ન લાગે તે રીતે સંપૂર્ણ પણે) ત્યાગ કરે છે. (૨૩) પાન આહારમાં સચિત્ત પાને અને તત્કાલ પડેલા સચિત્ત લવણ આદિના રસથી મિશ્ર કાંજી આદિના પાણીને પણ ત્યાગ કરે છે. અર્થાત્ સચિત્ત અને સચિરમિશ્ર એ બંને પ્રકારના પાણીને ત્યાગ કરે છે. તથા ખાદિમમાં પાંચ પ્રકારના ઉદ્દે બર, કાકડી આદિ સર્વ પ્રકારના સચિત્તનો ત્યાગ કરે છે. ઉદુબર, વડ, પ્લેક્ષ, કાકોદુબરી અને પીપલે એ પાંચ પ્રકારના ઉદુબરનાં ફળ સવયં સચિત્ત છે અને તેમાં બીજા ઘણા ત્રસ જી હોય છે. (૨૪) સ્વાદિમમાં દાતણ, તાંબૂલ, હરડે, વગેરે સર્વ પ્રકારના સચિત્તને ત્યાગ કરે છે. પૂર્વની છ પ્રતિમાઓથી યુક્ત શ્રાવક ઉત્કૃષ્ટથી સાત મહિના સુધી વિધિપૂર્વક સર્વ પ્રકારના સચિત્તને ત્યાગ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org