________________
: ૪૭૨ : ૮ જિનબિંબવિધિ—પંચાશક ગાથા-૩૧-૩૨
અધિવાસન વખતે ચંદન, અગરુ, કપૂર, પુષ્પ વગેરે ઉત્તમ દ્રવ્ય, ચોખા વગેરે ઔષધિ, નાળિયેર, દાડમ વગેરે ફળે, વસ્ત્ર, સુવર્ણ, મોતી, રત્નો વગેરે, વિવિધ પ્રકારના બલિ, કેષ્ઠ પુટપાક= અત્તર વગેરે સુગંધ, વિવિધ પુપિ, બીજી વસ્તુઓને પણ સુગંધિત બનાવે તેવાં વિવિધ સુગંધી દ્રવ્યોનાં ચૂર્ણો અને ભક્તિ ભાવવાની ઉત્તમ વિવિધ રચનાઓથી વૈભવને ઠાઠ કરવા પૂર્વક જિનબિંબની ઉત્કૃષ્ટ પૂજા કરવી જોઈએ. (૨૯-૩૦)
પૂજામાં આ આદર કરવાનું કારણ – एयमिह मूलमंगल, एत्तो च्चिय उत्तरा वि सक्कारा । ता एयम्मि पयत्तो, कायव्यो बुद्धिमंतेहिं ॥ ३१ ॥
પ્રતિષ્ઠા વખતે જિનબિંબની ઉત્કૃષ્ટ પૂજા મૂળ મંગલ છે. આ મૂલ મંગલથી જ પ્રતિષ્ઠા થયા પછી પ્રતિષ્ઠિત બિંબને સત્કાર ઉત્તરોત્તર વધતો જાય છે. કારણ કે મૂળ મંગલ ઉત્તરોત્તર સત્કારવૃદ્ધિનું કારણ છે. આથી બુદ્ધિમાન પુરુષોએ આ મૂલ મંગલમાં ઉદ્યમ કરવું જોઈએ. (૩૧) ઉત્કૃષ્ટ પૂજા પછી કરવાની વિધિઃचितिवंदण थुतिवुड्ढी, उस्सग्गो साहु सासणसुराए । थयसरण पूय काले, ठवणा मंगल्लपुव्वा उ ॥ ३२ ॥
ઉત્કૃષ્ટ પૂજા કર્યા પછી ચિત્યવંદન કરવું. પછી વર્ધમાન સ્તુતિ બાલવી, જે સ્તુતિમાં ઉત્તરોત્તર રાગ વધતું જાયઊંચે ઊંચે જાય, અથવા પછી પછીના લેકમાં અક્ષરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org