________________
: ૪૮૬ :
૯ યાત્રાવિધિ—પંચાશક
ગાથા-૨
૪(૧) નિઃશકિત -શંકાનો અભાવ તે નિઃશકિત. ભગ વાને કહેલા ધર્માસ્તિકાય વગેરે અત્યંત ગહન પદાર્થો મંદબુદ્ધિના કારણે બરાબર સમજમાં ન આવતાં આ આ પ્રમાણે હશે કે નહિ? એવી શંકા કરવી એ અતિચારદેષ છે. શંકાને અભાવ એ આચાર છે. શંકાના દેશ અને સર્વ એમ બે ભેદ છે. આત્મા આદિ કોઈ એક પદાર્થમાં આ પદાર્થ આ પ્રમાણે હશે કે નહિ એવી શંકા તે દેશ શકા. જેમકે-(૧) આત્મા અસંખ્ય પ્રદેશવાળ હશે કે પ્રદેશરહિત હશે? (૨) જીવરૂપે બધા જ સમાન હવા છતાં કોઈ ભવ્ય અને કેાઈ અભવ્ય એમ ભેદ કેમ ? આત્મા વગેરે સર્વપદાર્થોમાં આ પદાર્થો આ પ્રમાણે (કહ્યા છે એ પ્રમાણે) હશે કે નહિ ? એવી શંકા તે સર્વ શંકા. મારી મંદબુદ્ધિના કારણે આ પદાર્થો અને બરાબર સમજાતા નથી, પણ જિનેશ્વર રાગાદિ દેથી રહિત અને સર્વજ્ઞ હોવાથી અસત્ય કહે નહિ.............. આવી વિચારણા આદિથી બંને પ્રકારની શંકાને અભાવ એ નિશકિત આચાર છે.
(૨) નિષ્કાંક્ષિત - કક્ષાનો અભાવ તે નિષ્કાંક્ષિત. કાંક્ષા એટલે ઈછા. બૌદ્ધ આદિ મિયાદર્શનેની ઈચ્છા ન કરવી તે નિષ્કાંક્ષિત આચાર છે. કાંક્ષાના દેશ અને સર્વ એમ બે ભેદ છે. બૌદ્ધ આદિ કોઈ એક દર્શનની ઈચ્છા તે
૪ આઠ આચારનું વર્ણન ટીકામાં નથી, કિંતુ ટીકામાં આપેલા સાક્ષીફ્લેકનું વિસ્તૃત વર્ણન આવશ્યક આદિ ગ્રંથોના આધારે અહીં ગુજરાતીમાં લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org