SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૮૬ : ૯ યાત્રાવિધિ—પંચાશક ગાથા-૨ ૪(૧) નિઃશકિત -શંકાનો અભાવ તે નિઃશકિત. ભગ વાને કહેલા ધર્માસ્તિકાય વગેરે અત્યંત ગહન પદાર્થો મંદબુદ્ધિના કારણે બરાબર સમજમાં ન આવતાં આ આ પ્રમાણે હશે કે નહિ? એવી શંકા કરવી એ અતિચારદેષ છે. શંકાને અભાવ એ આચાર છે. શંકાના દેશ અને સર્વ એમ બે ભેદ છે. આત્મા આદિ કોઈ એક પદાર્થમાં આ પદાર્થ આ પ્રમાણે હશે કે નહિ એવી શંકા તે દેશ શકા. જેમકે-(૧) આત્મા અસંખ્ય પ્રદેશવાળ હશે કે પ્રદેશરહિત હશે? (૨) જીવરૂપે બધા જ સમાન હવા છતાં કોઈ ભવ્ય અને કેાઈ અભવ્ય એમ ભેદ કેમ ? આત્મા વગેરે સર્વપદાર્થોમાં આ પદાર્થો આ પ્રમાણે (કહ્યા છે એ પ્રમાણે) હશે કે નહિ ? એવી શંકા તે સર્વ શંકા. મારી મંદબુદ્ધિના કારણે આ પદાર્થો અને બરાબર સમજાતા નથી, પણ જિનેશ્વર રાગાદિ દેથી રહિત અને સર્વજ્ઞ હોવાથી અસત્ય કહે નહિ.............. આવી વિચારણા આદિથી બંને પ્રકારની શંકાને અભાવ એ નિશકિત આચાર છે. (૨) નિષ્કાંક્ષિત - કક્ષાનો અભાવ તે નિષ્કાંક્ષિત. કાંક્ષા એટલે ઈછા. બૌદ્ધ આદિ મિયાદર્શનેની ઈચ્છા ન કરવી તે નિષ્કાંક્ષિત આચાર છે. કાંક્ષાના દેશ અને સર્વ એમ બે ભેદ છે. બૌદ્ધ આદિ કોઈ એક દર્શનની ઈચ્છા તે ૪ આઠ આચારનું વર્ણન ટીકામાં નથી, કિંતુ ટીકામાં આપેલા સાક્ષીફ્લેકનું વિસ્તૃત વર્ણન આવશ્યક આદિ ગ્રંથોના આધારે અહીં ગુજરાતીમાં લખ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy