________________
ગાથા-૨
૯ યાત્રાવિધિ—પંચાશક
: ૪૮૭ :
દેશકાંક્ષા. જેમ કે- બૌદ્ધદર્શનમાં ચિત્ત ઉપર વિજય મેળવવાનું કહ્યું છે, અને એ જ મુક્તિનું મુખ્ય કારણ છે. માટે આ દર્શન પણ બરાબર છે. સર્વ દર્શનેની ઈચ્છા તે સર્વ કાંક્ષા. જેમ કે-બધાં દર્શને અહિંસાનું પ્રતિપાદન કરે છે, અને ભૌતિક પદાર્થો ઉપર રાગ કરવાનું કહેતાં નથી. માટે બધાં દર્શને સારાં છે. જેનદર્શન સિવાય બધાં દર્શને સર્વજ્ઞપ્રણીત ન હોવાથી તેમાં અનેક પ્રકારની ખામીઓ છે.... આવા વિચાર આદિથી બંને પ્રકારની કાંક્ષાને અભાવ એ નિષ્કાંક્ષિત આચાર છે.
અથવા કાંણા એટલે ધર્મથી આલોક અને પરલોકનાં સુખાની ઈચ્છા કરવી. ભગવાને ધર્મથી આ લોક અને પરલોકનાં સુખની ઇચ્છા કરવાની ના કહી છે માટે તેવી ઈચ્છા અતિચાર છે અને ઈચ્છાને અભાવ નિષ્કાંક્ષિત આચાર છે.
(૩) નિર્વિચિકિત્સ – વિચિકિત્સાને અભાવ તે નિર્વિચિકિત્સ. વિચિકિત્સા એટલે ધર્મના ફલની શંકા. આ લોકમાં ખેતી વગેરે ક્રિયા સફળ અને નિષ્ફળ એમ બંને પ્રકારે દેખાય છે, તેથી મને આ ધર્મક્રિયાથી ફળ મળશે કે નહિ? આવી શંકા તે વિચિકિત્સા અતિચાર છે. સર્વ કહેલાં અનુષ્ઠાનેથી ફળ મળ્યા વિના રહે નહિ. આવી વિચારણા આદિથી ફળના સંદેહને અભાવ એ નિર્વિચિનિત્ય આચાર છે
અથવા નિર્વિચિકિત્સના બદલે નિર્વિજુગુપ્સ એ શબ્દ છે. જાને અભાવ તે નિર્વિજુગુપ્સ. મલથી મલિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org