________________
ઃ પ૦૨ :
૯ યાત્રાવિધિ—પંચાશક
ગાથા-૨૮
ઉક્ત રીતે બહુમાન (-પક્ષપાત) કરવાથી તે મહાપુરુષોના ગુણાની અવશ્ય અનુમોદના થાય છે. ગુણેની અનુમોદનાથી પૂર્વ મહાપુરુષેના આચરણ સમાન જ કર્મક્ષય વગેરે ફળ મળે છે, અર્થાત્ તે મહાપુરૂષોએ આચરણ કરીને કર્મક્ષય વગેરે જેટલું ફળ મેળવ્યું હતું તેટલું જ ફળ તેમના ગુણોની અનુમોદનાથી મળે છે. કહ્યું છે કે :अप्पहियमायरंतो, अणुमोयतो य सुग्गई लहइ । વારાણસમાગ ઉજળો ના ઉ. મા. ૧૦૮
“ત૫, સંયમ વગેરે આત્મહિતનું સ્વયં આચરણ કરનાર જીવ સદ્દગતિ પામે છે, (શક્તિના અભાવે સ્વયં ન કરી શકે તો) અજ્યના ધર્મની અનુમોદના કરનાર પણ સદ્દગતિ પામે છે. આ વિષયમાં તપ-સંયમનું આચરણ કરનાર બલદેવ મુનિ અને રથકારના દાનની અનુમોદના કરનાર હરણનું દૃષ્ટાંત છે. (મુનિ, રથકાર અને હરણ ત્રણે પાંચમા દેવલેકમાં ઉત્પન્ન થયા.”
પ્રશ્ન – આચરણ ન કરનારને આચરણ કરનાર જેટલું ફળ કેવી રીતે મળે?
ઉત્તર – આનું કારણ આત્માના તેવા અધ્યવસાયો છે. [ આચરણ કરનારને આચરણથી જેવા અધ્યવસાયે થાય છે, તેવા જ અધ્યવસાય શક્તિના અભાવે આચરણ નહિ કરનારને આચરણ કરનારની અનુ મેદનાથી થાય છે. શુભાશુભ કર્મબંધ આદિનું મુખ્ય કારણ અધ્યવસાય જ છે. કહીં છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org