________________
: ૪૯૦:
૯ યાત્રાવિધિ—પંચાશક ગાથા-૬ થી ૮
દાન દ્વારનું વિવરણ:दाणं अणुकंपाए, दीणाणाहाण सत्तिओ णेयं । तित्थंकरणातेणं, साहूण य पत्तबुद्धीए ॥ ६ ॥ - જિનયાત્રામાં દીન–અનાથ વગેરે ગરીબને દયાથી યથાશક્તિ અન્નાદિનું દાન કરવું જોઈએ, અને સાધુઓને જ્ઞાનાદિ ગુરૂપ રત્નના ભાજન છે એવી સુપાત્રબુદ્ધિથી દાન કરવું જોઈએ.
પ્રશ્ન- ગરીબ અસંયમી હોવાથી તેમને દાન આપવાથી (અસંયમરૂપ) દેષનું પિષણ થાય છે. આથી ગરીબોને દાન આપવું અસંગત છે.
ઉત્તર- અસંગત નથી. કારણ કે તીર્થકરે એ પણ અનુકંપાદાન આપ્યું છે. (૬)
તપઠારનું વિવરણ:एकासणाइ णियमा, तपोवहाणपि एत्थ कायव्वं । तत्तो भावविसुद्धी, णियमा विहिसेवणा चेव ॥ ७ ॥ - જિનમહત્સવમાં એકાસણું, ઉપવાસ વગેરે તપ પણ અવશ્ય કર જોઈએ. કારણ કે તેનાથી અવશ્ય ભાવની વિશુદ્ધિ થાય છે, ધર્મના અર્થીઓને ભાવવિશુદ્ધિ જ ઉપાદેય છે. તથા જિનયાત્રામાં તપ કરવાથી વિધિનું પાલન થાય છે. (૭)
દેહભૂષા દ્વારનું વિવરણ:वत्थविलेवणमल्लादिएहि, विविहो सरीरसकारो। . . कायवो जहसत्ति, पवरो देविंदणाएण ॥ ८ ॥
–
નાન
-
-
-
-
- - -
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org