________________
ગાથા-૪૦ ૮ જિનબિંબવિધિ—પંચાશક : ૪૭૭ :
ભવરૂપ સમુદ્રને તરે તે તીથે એવી વ્યુત્પત્તિથી તીર્થ શબ્દને પણ દ્વાદશાંગી જ અર્થ થાય; છતાં દ્વાદશાંગીને આધાર સંઘ છે, સંઘ વિના દ્વાદશાંગી રહી શકે નહિ; આથી સંઘ આધાર અને દ્વાદશાંગી આધેય છે, આધાર અને આધેયના અભેદની વિવક્ષાથી પ્રવચન અને તીર્થને સંઘ કહેવાય છે.
સંઘ પુરુષ વગેરે બાહ્ય આકાર રૂપ નથી, કિંતુ ગુણસમુદાય રૂપ છે. આથી તીર્થકર પણ દેશના પહેલાં સંઘ ગુણસ્વરૂપ હોવાથી મહાન છે એવા ભાવથી “નમે તિસ્થસન્નતીર્થને નમસ્કાર હે” એમ કહીને સંઘને અવશ્ય નમસ્કાર કરે છે. (૩૯)
તીર્થકર સંઘને પ્રણામ કરે છે તેનાં કારણે આગમની ગાથાથી (આ૦ નિ ગાવ પ૬૭) જણાવે છે:तप्पुब्बिया अरिहया, पूजितपूया य विणयकम्मं च । . कयकिच्चोवि जह कहं, कहेति णमते तहा तित्थं ॥४०॥ - (૧) પ્રવચન વાત્સલ્ય આદિથી તીર્થકર નામકર્મને બંધ થતું હોવાથી તીર્થંકરપણામાં સંઘ નિમિત્ત છે. (૨) લોક મોટા માણસેથી પૂજાયેલાની પૂજા કરનાર છે. આથી તીર્થકર સંઘની પૂજા કરે એટલે તીર્થકરે પણ સંઘની પૂજા કરી છે એમ વિચારીને લોક પણ તેની પૂજા કરે.
+ गुरुभावतः गुरुरयं गुणात्मकत्वात् इत्येवंरूपो यो भावोऽध्यवसायः स गुरुभावस्तस्मात् , अथवा गुरुभावतो गुरुत्वाद् गौरवार्हत्वात् ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org