________________
ગાથા-૪૭ ૮ જિનબિંબવિધિ—પંચાશક : ૪૮૧ ?
--
-
*
=
=
પ્રતિષ્ઠાના અધિકારમાં પ્રસંગ પામીને કરેલું સંઘ પૂજાનું વર્ણન અહીં પૂર્ણ થાય છે. પ્રતિષ્ઠાના ઉત્સવમાં પ્રતિષ્ઠા થયા પછી કરવા લાયક બીજા પણ અમારિશેષણ વગેરે તીર્થની ઉન્નતિ કરનારા યોગ્ય કાર્યો અવશ્ય કરવાં જોઈએ. (૪૬)
સ્વજન અને સાધર્મિકની વિશેષ રૂપે લોકપૂજાउचिओ जणोवयारो, विसेसओ णवरि सयणवग्गम्मि । साहम्मियवग्गम्मि य, एयं खलु परमवच्छल्लं ॥ ४७ ॥
પ્રતિષ્ઠા પછી સ્વજનવગની વિશેષરૂપે ઉચિત લેકપૂજા કરવી જોઈએ. કારણ કે વ્યાવહારિક સંબંધથી સ્વજનવગે નજીકન ગણાય, તથા સ્વજન સિવાય બીજા સાધર્મિકોની પણ વિશેષરૂપે ઉચિત લેકપૂજા કરવી જોઈએ. (અહીં લેકપૂજા એટલે લોકોમાં જે રીતે પ્રચલિત હોય તે રીતે આદર
* અહીં ધાર્મિક પ્રસંગમાં વ્યાવહારિક સંબંધથી સ્વજનની લોકપૂજાના વિધાનમાં ઘણું રહસ્ય ભરેલું છે. આમ કરવાથી ઔચિત્ય જળવાય છે. ઔચિત્ય વિનાના ધર્મના પ્રસંગેની ટીકા થાય. તથા આમ કરવાથી સ્વજનમાં કે પ્રત્યે મનભેદ વગેરે થયું હોય તો દૂર થાય, સ્વજને પ્રેમભાવવાળા બને, પ્રેમભાવવાળા સ્વજને અધિક પ્રેમભાવવાળા બને. પરિણામે સ્વજને ધર્મમાં સહાયક બને. અન્યથા અજ્ઞાન સ્વજને. ધર્મમાં વિદ્મ કરનારા અને ધર્મની નિંદા કરનારા બને એ સંભવિત છે.
* સંઘપૂજામાં ચતુર્વિધ સંઘની પૂજા છે. જ્યારે અહીં સાધમિકની લોકપૂજામાં શ્રાવક-શ્રાવિકાની પૂજા છે. ૩૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org