________________
: ૪૩૬ : ૭ જિનભવનવિધિ—પંચાશક
ગાથા-૧૫
રસ્તા વગેરેમાં પાણી અને લીલું ઘાસ ઘણું હોવાથી આત્મવિરાધના થતી હોવાથી સાધુઓ ચોમાસામાં વિહાર કરતા નથી.”
અહીં મૂળગાથામાં ઉપ શબ્દ સાધુઓ ચોમાસા સિવાય શેષ કાળમાં જ વિહાર કરે છે એ અર્થનો સૂચક છે. - શ્રી મહાવીર ભગવાનને આ વૃત્તાંત આ પ્રમાણે છેશ્રી મહાવીર ભગવાને આંતરશત્રુઓને દૂર કરીને અને વિશાળ રાજયને ત્યાગ કરીને પ્રત્રજ્યાને સ્વીકાર કર્યો. પછી સંગરહિત અતિશયપ્રબલસરવવંત અને જીવનું રક્ષણ કરવામાં તત્પર શ્રી મહાવીર ભગવાન ગામ-નગર આદિથી ભરેલી પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા “મથુરાક નામના ગામમાં પધાર્યા. ત્યાં “કૂયમાન સંજ્ઞાથી ઓળખાતા તાપસ ગૃહસ્થોને આશ્રમ હતો. તાપને કુલપતિ ભગવાનના પિતાને મિત્ર હતું. તે શ્રી મહાવીર ભગવાનને જોઈને સંભ્રમપૂર્વક ઉડ્યો અને સનેહથી ભેટી પડ્યો. તેથી શ્રી મહાવીર ભગવાને પણ પૂર્વના અભ્યાસના કારણે કુલપતિને ભેટવા સહસા હાથ લાંબો કર્યો. પછી કુલપતિએ ભાગવાનને કહ્યું : કુમાર ! આ આશ્રમમાં તમારે રહેવા લાયક ઘરો છે, માટે તમે અહીં રહે. ભગવાન ત્યાં એક રાત રહીને બીજા સ્થળે ચાલ્યા ગયા. બીજા સ્થળે જતા ભગવાનને કુલપતિએ પ્રેમથી કહ્યું : હે મુનિ ! તમને ઠીક લાગે તો તાપ
* અમુક પ્રકારના તાપસે પત્ની, પુત્ર વગેરે પરિવારવાળા ગૃહસ્થ જેવા હોય છે. આથી અહીં ટીકામાં “પાર્વગ્રહori’ એ પ્રાગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org