________________
ગાથા-૧૫
૭ જિનભવનવિધિ—પંચાશક : ૪૩૭ ?
સેના ઉપર ઉપકાર કરવા માટે તમે પાછા આવીને ચોમાસું અહીં કરો. ભગવાન આઠ મહિના જુદા જુદા સ્થળે વિચરીને ચોમાસું આવતાં તે ગામમાં પધાર્યા.
આશ્રમના એક મઠમાં ચોમાસું રહ્યા. ચોમાસાના પ્રારં ભમાં નવું ઘાસ નહિ મળવાના કારણે ગાયો માટેનું જુનું ઘાસ ખાઈ જતી હતી. તાપસે હાથમાં લાકડી લઈને ગાયોને હાંકી કાઢતા હતા. પણ ભગવાન નિઃસંગ હેવાથી ગાયની ઉપેક્ષા કરતા હતા આથી તે તાપસેએ કુલપતિને ફરિયાદ કરી કે, આપને પ્રિય આ મુનિ ગાયાથી આપણે મઠનું રક્ષણ કરતા નથી. તેથી કુલપતિએ ભગવાન પાસે જઈને કહ્યું: કુમાર! આ રીતે મઠની ઉપેક્ષા કરવી તમારા માટે યોગ્ય નથી. કારણ કે પક્ષી પણ શક્તિ મુજબ પોતાના માળાનું રક્ષણ કરે છે. આથી મઠનો વિનાશ કરતી ગાયને તમારે હાંકી કાઢવી જોઈએ. આ પ્રમાણે કુલપતિએ ભગવાનને શિખામણ આપી તેથી મારા નિમિત્તે તેમને અપ્રીતિ થાય છે, એમ જાણીને ભગવાન ત્યાંથી નીકળી ગયા અને અથિક ગામમાં પધાર્યા. આ વખતે ચોમાસાના (અષાઢ સુદ ૧૫ થી) ૧૫ દિવસ પસાર થયા હતા. જેમ
અહીં અર્વ શિક્ષામાર, નિમ્ | तत: स्वामी तदप्रीति ज्ञात्वा निर्गतवांस्ततः ॥ १ ॥ આ પ્રમાણે પાઠ છે આમાં “afvvi[” એ પાઠ અશુદ્ધ હોય તેમ જણાય છે. આના સ્થાને “રજવાસ એ પાઠ કે તે બીજે કઈ પાઠ હે જોઈએ એમ મને લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org