________________
ગાથા-૧૨-૧૩ ૮ જિનબિંબવિધિ-પંચાશકઃ ૪૬૩ :
અર્થાત્ શિલ્પી દેવદ્રવ્યનું ભક્ષણ કરે, તે પણ ઉક્ત વિધિ મુજબ જિનબિંબનું મૂલ્ય આપીને આજ્ઞાની આરાધના કરી હોવાથી બીજાને દેવદ્રવ્યનું ભક્ષણ કરાવવાનો દેષ લાગતો નથી. કારણ કે તેના પરિણામ શુદ્ધ છે. (૧૧)
વિપરીત થવા છતાં આજ્ઞાનું પાલન કરનારને પરિણામ શુદ્ધ હોવાનું કારણ - आणापवित्तिओ चिय, सुद्धो एसो ण अण्णहा णियमा । तित्थगरे बहुमाणा, तदभावाओ य णाययो ।॥ १२ ॥
આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરવાથી જ પરિણામ શુદ્ધ થાય છે. આજ્ઞાથી નિરપેક્ષ પ્રવૃત્તિ કરવાથી પરિણામ શુદ્ધ થતા જ નથી. કારણ કે આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરનારને તીર્થકર - પ્રત્યે બહુમાન=પક્ષપાત છે. તીર્થંકર પ્રત્યે બહુમાન-પક્ષપાત હોવાના કારણે આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરનારના પરિણામ શુદ્ધ હોય છે. આજ્ઞાથી નિરપેક્ષ પ્રવૃત્તિ કરનારને તીર્થંકર પ્રત્યે બહુમાન=પક્ષપાત નથી. તીર્થંકર પ્રત્યે બહુમાન ન હોવાથી આજ્ઞાથી નિરપેક્ષ પ્રવૃત્તિ કરનારને પરિણામ શુદ્ધ નથી. આને તાત્પર્યાર્થ એ થયે કે આજ્ઞા મુજબ પ્રવૃત્તિથી તીર્થકરબહુમાન અને તીર્થકરબહુમાનથી શુદ્ધ પરિણામ ૪(૧૨)
આજ્ઞાની પ્રધાનતાનું કારણ - समतिपवित्ती सव्वा, आणाबज्झत्ति भवफला चेव । तित्थगरुद्देसेण वि, ण तत्तओ सा तदुद्देसा ॥ १३ ॥
૪ ઉ. પ. ગા. ૨૪૪, રે. ૨-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org