________________
ગાથા-૪૯-૫૦ ૭ જિનભવનવિધિ—પંચાશક : ૪૫૫ :
૨૮મી ગાથામાં જણાવેલ “જે ધન જિનમંદિરમાં વપરાય છે તે જ મારું છે એવી સ્થિર શુભચિતારૂપ ભાવથી ” ઉપાર્જિત શુભકર્મના વિપાકથી સ્વીકૃત ચારિત્રના પારને પામે છે, અથૉત્ ચારિત્રને જીવન પર્યત બરોબર પાળે છે, અને તેથી ( જીવનપર્યત બરોબર ચારિત્ર પાળવાથી ) વિશુદ્ધ ચારિત્રને આરાધક બને છે. કારણ કે જેના ચારિત્રનું પતન થયું નથી તેને જ ચારિત્રની આરાધના થાય છે. (૪૮) નિશ્ચયનયથી ચારિત્રની આરાધના– णिच्छयणया जमेसा, चरणप्पडिवत्तिसमयतो पमिति ।। आमरणंतमजस्सं, संजमपरिपालणं विहिणा ॥ ४९ ॥
પ્રશ્ન-જીવન પર્યત બરોબર ચારિત્ર પાળવાથી જ ચારિત્રની આરાધના થાય એમ કહ્યું, તે શું ચારિત્રનું પતન થઈ ગયા પછી ફરી છેલ્લે છેલ્લે મરણ સમયે પણ ચારિત્રનું પાલન થાય તે ચારિત્રની આરાધના ન કહેવાય ?
ઉત્તર–વ્યવહારનયથી ચારિત્રનું પતન થવા છતાં મરણ સમયે પણ ચારિત્રનું પાલન થાય તે ચારિત્રની આરાધના છે. જયારે નિશ્ચયનયથી ચારિત્ર સ્વીકારના સમયથી માંડી મરણ સમય સુધી સતત આગમોક્ત વિધિથી ચારિત્રનું પાલન ચારિત્રની આરાધના થાય છે. આથી (૪૮ મી ગાથામાં) જીવનપર્યંત ચારિત્રનું બરોબર પાલન કરનાર વિશુદ્ધ ચારિત્રને આરાધક છે એમ જે કહ્યું છે તે બરોબર છે. (૪૯) 9: ( ૯)
, આરાધનાનું ફળ :आराहगो य जीवो, सत्तट्ठभवेहि पावती णिपमा । जंमादिदोसविरहा, सोसयसोवखं तु णिव्वाणं ॥ ५० ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org