________________
* ૩૫૬ :
૫ પ્રત્યાયાન–પંચાશક ગાથા-૩૩-૩૪
-
- -
-
-
વિષય સમજમાં ન આવવાથી તિવિહાર આદિ પ્રત્યાખ્યાનમાં વિરોધ દેખાય. (૩૨)
અવિવેકીઓને વિરોધ - अण्णे भणंति जतिणो, तिविहाहारस्स ण खलु जुत्तमिण । सव्वविरइओ एवं, भेयग्गहणे कहं सा उ ॥ ३३ ॥
દિગંબરો કહે છે કે- સાધુને તિવિહારનું પ્રત્યાખ્યાન યોગ્ય નથી. કારણ કે (નવ) સાધુઓને સર્વવિરતિ છે. જે આ પ્રમાણે તિવિહારરૂપ વિશેષ પ્રત્યાખ્યાન સ્વીકા૨વામાં આવે તે ( 1 =) તે સર્વવિરતિ કેમ રહે? સર્વ આહારનું પ્રત્યાખ્યાન થાય તે સર્વવિરતિ થાય. તિવિહારના પ્રત્યાખ્યાનમાં બધા આહારને ત્યાગ ન હોવાથી સર્વવિરતિ નથી. (૩૩) અવિવેકીઓના વિરોધનું સમાધાનઃअपमायवुढिजणगं, एयं एत्थंति दंसिय पुव्वं । तम्भोगमित्तकरणे, सेसच्चागा तओ अहिगो ।। ३४ ॥
આહારનું પ્રત્યાખ્યાન સર્વવિરતિમાં પણ અપ્રમાદની વૃદ્ધિ કરનારું છે એમ પૂર્વે આ પંચાશકની ૧૩ મી ગાથામાં કહ્યું છે તેથી તિવિહારના પ્રત્યાખ્યાનમાં (૪૦મ =) માત્ર પાણીને જ ઉપગ થતો હોવાથી શેષ ત્રણ આહાને ત્યાગ થવાથી અપ્રમાદ અધિક થાય છે. અર્થાત્ તિવિહારના પ્રત્યાખ્યાનમાં પાણીની જ છૂટ રાખીને બાકીના ત્રણ આહા. રનો ત્યાગ થતો હોવાથી સર્વવિરતિ સામાયિકથી થયેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org