________________
ગાથા-૪૫
૬ સ્તવવિધિ—પંચાશક
: ૪૧૫ :
કરતા હતા. પણ બધા સ્થળે બૌદ્ધ ધર્મીઓ પાછળ પડી જતા હતા. રાજા (બૌદ્ધ સાધુઓનો ભક્ત હોવાથી) તેમને અનુકૂળ હતા. આથી તેમણે રાજાને પ્રાર્થના કરી. રાજાએ શ્રાવકને મંદિરમાં પુપ ચઢાવવાનો નિષેધ કરી દીધો. પર્યુષણના દિવસે પુષ્પપૂજા ન થવાથી શ્રાવકે દુઃખી બની ગયા. આથી આબાલવૃદ્ધ બધા શ્રાવકે આર્યવાસ્વામી પાસે આવ્યા અને કહ્યું -આપના જેવા તીર્થના નાથ વિદ્યમાન હોવા છતાં શાસનની અપભ્રાજના થાય છે. આ અપભ્રાજનાથી શું થાય છે તે આપ જાણે જ છો. આથી આર્યવાસવામી આકાશમાં ઉડીને માહેશ્વરીનગરી ગયા. ત્યાં હતાશન નામનું વ્યંતરમંદિર હતું. એ મંદિરના બગીચામાં દરરોજ એક કુંભ જેટલાં પુપ ઉત્પન્ન થતાં હતાં. ત્યાં આર્યવાસવામી પિતાને મિત્રદેવ તે બગીચાની સાર-સંભાળ વગેરે વ્યવસ્થા કરતો હતો, અર્થાત્ બગીચાને માળી હતે. આયવજ સ્વામીને આવેલા જોઈને તેણે સંભ્રમ સહિત પૂછયું-આપને અહીં આવવાનું શું પ્રયજન છે? આથી આયં વાસવામીએ કહ્યું મારે પુષ્પોની જરૂર છે. માળીએ કહ્યું: “ આપે મારા ઉપર ઉપકાર કર્યો. આ પુષ્પો સ્વીકારી. ” વજી સ્વામીએ કહ્યું: “ હું બીજે જઈને આવું છુ. ત્યાં સુધીમાં તું આ પુષ્પ એકઠાં કરી રાખ. ” પછી આર્ય વાસ્વામી ત્યાંથી ઉડીને (લઘુ) હિમવાન નામના મોટા
+ ૬૦, ૮૦, ૧૦૦ આઢકને અનુક્રમે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ | કુંભ થાય છે. (ઉપદેશપદ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org