________________
: ૪૩૨ :
૭ જિનભવનવિધિ-પંચાશક ગાથા-૯
ભગવાનના વચન પ્રમાણે વિશ્વાસ થવાથી તે સંવેગથી ભાવિત બન્યો અને કલ્યાણકર જિનશાસનને ભાવથી સ્વીકાર કર્યો, અર્થાત્ સમ્યગ્દર્શન પામ્યા. સમ્યદર્શનના પ્રભાવથી શુભ કર્મનો અનુબંધ થવાથી કાલે કરીને તે મોક્ષમાં જશે. જ્યારે બીજે સંસારમાં રખડશે. આ દષ્ટાંતથી એ સિદ્ધ કર્યું કે જિનશાસન સંબંધી થડો પણ શુભભાવ મોક્ષસુખરૂપ સંપત્તિનું બીજ (=કારણ) બને છે. (૮) જિન ભવન નિર્માણ વિધિजिणभवणकारणविही, सुद्धा भूमी दलं च कट्ठाई । भियगाणइसंधाणं, सासयवुड्ढी य जयणा य ॥ ९ ॥
(૧) ભૂમિશુદ્ધિ-જ્યાં જિનમંદિર કરાવવાનું હોય તે ભૂમિ નિર્દોષ હોવી જોઈએ. (૨) દલશુદ્ધિ–જેનાથી જિનમંદિર બને છે તે કાષ્ટ–પથ્થર વગેરે નિર્દોષ જોઈએ. (૩) ભૂતકાનતિસંધાન –કામ કરનારા માણસોને છેતરવા ન જોઈએ. (૪) સવાશયશુદ્ધિ-શુભ અધ્યવસાયની વૃદ્ધિ થવી જોઈએ. (૫) ચેતના –જિનમંદિર બંધાવવામાં જેમ બને તેમ ઓછા દે લાગે તેની કાળજી રાખવી જોઈએ. આ જિનભવન કરાવવાની વિધિ છે. આ દ્વાર ગાથા છે. અહીં જણાવેલા ભૂમિશુદ્ધિ વગેરે પાંચ દ્વારાનું દશમી ગાથાથી ક્રમશઃ વર્ણન આવશે. (૯)
૪ ૯મી ગાથાથી ૨૮ મી ગાથા સુધીની ગાથાઓમાંથી અમુક ગાથાઓ છેડીને બધી ગાથાઓ પંચવસ્તુ ગ્રંથમાં ૧૧૧૨ થી ૧૧૨૮ ગાથા સુધીમાં આવેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org