________________
ગાથા–૧૦થી૧૨ ૭ જિનભવનવિધિ—પંચાશક: ૪૩૩ :
(૧) ભૂમિશુદ્ધિ દ્વાર શુદ્ધભૂમિના બે પ્રકાર – दव्वे भावे य तहा, सुद्धा भूमी पएसऽकीला य । दब्वेऽपत्तिगरहिया, अण्णेसि होइ भावे उ ॥ १० ॥ - દ્રવ્યથી શુદ્ધ અને ભાવથી શુદ્ધ એમ બે પ્રકારે શુદ્ધભૂમિ છે. સદાચારી લોકોને વસવા લાયક પ્રદેશમાં(થાનમાં) ખીલ, હાડકાં વગેરે અશુભ પદાર્થોથી રહિત ભૂમિ દ્રવ્યથી શુદ્ધ છે. જ્યાં જિનમંદિર બંધાવવાથી અન્યલોકોને અપ્રીતિ ન થાય તે ભૂમિ ભાવથી શુદ્ધ છે. (૧૦) અયોગ્ય પ્રદેશમાં જિનમંદિર બંધાવવાથી થતા દે – अपदेसंमि ण वुड्ढीकारवणे जिणघरस्स ण य पूया । साइणमणणुवाओ, किरियाणासो उ अववाए ॥ ११ ॥ सासणगरिहा लोए, अहिगरणं कुत्थियाण संपाए । आणादीया दोसा, संसारणिबंधणा घोरा ॥ १२ ॥
જે પ્રદેશ અપલક્ષણેથી યુક્ત હોવાથી કે અસદાચારી લોકોથી ભરેલો હોવાથી અગ્ય છે તે પ્રદેશમાં જિનમંદિર બંધાવવાથી (૧) ભૂમિના અપલક્ષણના પ્રભાવથી કે અસદાચારી લોકેના સામર્થ્યથી જિનમંદિરની (=જિનમંદિરના પ્રભાવની) વૃદ્ધિ થતી નથી, (૨) જિનમંદિરની -જિનબિંબની) પૂજા ન થાય, (૩) વેશ્યા-નટ વગેરેના નિરીક્ષણથી ધર્મભ્રંશ થવાના ભયથી દર્શનાદિ માટે સાધુ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org