________________
૩૭૨ :
૫ પ્રત્યાખ્યાન-પંચાશક
ગાયા-૪૭
પ્રઃ- ગુરુની આજ્ઞા ન માનવાથી અનંત સંસારી શી રીતે થાય?
ઉત્તર:- ગુરુ સંવિગ્ન અને ગીતાર્થ હોય છે. તે જિનેશ્વરની આજ્ઞા મુજબ જ આજ્ઞા કરે. આથી ગુરુની આજ્ઞાનું ઉલ્લંધન એટલે જિનેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન. જિનેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન મિથ્યાત્વના ઉદયથી થનાર કદાગ્રહ રૂપ છે. મિથ્યાત્વના ઉદયથી થતો કદાગ્રહ અનંત સંસારનું કારણ છે. ઉત્કૃષ્ટતપ અને ઉત્કૃષ્ટ ચારિત્રનું પાલન કરનાર પણ મિથ્યાત્વના ઉદયથી થતા કદાચકના કારણે અનંતસંસારી થાય છે. (૪૬) અવિદ્યમાન વસ્તુના પણ પ્રત્યાખ્યાનથી લાભ - बज्झाभावे वि इमं, पञ्चक्खंतस्स गुणकरं चेव । आसवनिरोहभावा, आणाआराहणाओ य ॥ ४७ ॥
જે વસ્તુ પોતાની પાસે ન હોય (અને ભવિષ્યમાં મળવાની સંભાવના પણ ન હોય) તે વસ્તુનું પણ પ્રત્યાખ્યાન લાભ જ કરે છે. કારણ કે તેનાથી આમ્રવને નિરોધ થાય છે= વિરતિ થાય છે, અને સર્વજ્ઞની આજ્ઞાનું પાલન થાય છે.
ભાવાથ - વસ્તુ ન હોય-વસ્તુને ઉપયોગ ન થતો હોય તે પણ તેને નિયમ ન કર્યો હોય તે ત્યાગને લાભ મળતો નથી. કારણ કે અંતરમાં તેની અપેક્ષા રહેલી છે. તેવી રીતે અમુક પાપ ન કરવા છતાં નિયમ ન કર્યો હોય તે પાપ લાગે છે. કારણ કે પાપની અપેક્ષા રહેલી છે. પાપને નિયમ ન કરનારને બાહ્યાથી પાપ ન કરવા છતાં અપેક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org