________________
ગાથા-૧૨
૬ સ્તવવિધિ—પંચાશક
: ૩૮૫
યોગ્યતાથી ઘટ છે. માટીનો પિંડ સ્વરૂપે તે માટીનો પિંડ જ છે, પણ તેનામાં ઘટ રૂપે બનવાની યોગ્યતા હોવાથી તેને દ્રવ્ય ઘટ કહી શકાય. સુશ્રાવક દ્રવ્યથી–યોગ્યતાથી સાધુ છે. અર્થાત્ સુશ્રાવક સાધુ બનવાની રેગ્યતાવાળે લેવાથી દ્રવ્ય સાધુ છે. સાધુ દ્રવ્યથી–ગ્યતાથી દ્રવ્યદેવ છે. અર્થાત્ સાધુ દેવ બનવાની યોગ્યતાવાળે હોવાથી દ્રવ્ય દેવ છે. (૧૧).
અપ્રધાન દ્રવ્યસ્તવઃता भावत्थयहेऊ, जो सो दव्वत्थओ इहं इट्ठो। जो उण णेवंभूओ, स अप्पहाणो परं होति ॥ १२ ॥
દ્રવ્યશબ્દ યોગ્યતા અર્થમાં પ્રસિદ્ધ હોવાથી અહીં (દ્રવ્ય સ્તવ અધિકારમાં) જે અનુષ્ઠાન ભાવ સ્તવનું (ચારિત્રસ્વીકારનું) સાક્ષાત્ કે પરંપરાએ કારણ બને તે દ્રવ્યસ્તવ તરીકે અભિમત છે, અને જે અનુષ્ઠાન ભાવ સ્તવનું કારણ ન બને તે અપ્રધાન દ્રવ્યતવ છે.
ભાવાર્થ- દ્રવ્યશબ્દના પ્રધાનતાશ્યતા અને અપ્રધાનતા=અયોગ્યતા એમ બે અર્થ છે. જે અષાન ભાવસ્તવની યોગ્યતા હોવાથી ભાવસ્તવનું કારણ બને તે પ્રધાન દ્રવ્યસ્તવ અને જે અનુષ્ઠાન ભાવસ્તવની યોગ્યતા ન હોવાથી ભાવસ્તવનું કારણ ન બને તે અપ્રધાનદ્રવ્યસ્તવ (૧૨) ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org