________________
ગાથા- ૧૩
૬ સ્તવવિધિ—પંચાશક
: ૩૮૭ :
યુક્ત શનિગ્રહની જેમ તથા મનહર કલ્પવૃક્ષે ના સમૂહથી યુક્ત એરંડવૃક્ષની જેમ સુસાધુઓથી યુક્ત રુદ્રદેવ નામના આચાર્ય ત્યાં આવ્યા. પરિવાર યુક્ત તેને સાધુઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ જલદી ઊભા થવું વગેરે યથાયોગ્ય અતિથિસત્કાર કર્યો. પછી સાંજે ભુંડ જેવા તે આચાર્યની પરીક્ષા કરવા માટે સાધુઓએ પિતાના આચાર્યની આજ્ઞાથી પેશાબ કરવા માટે જવાના માર્ગમાં કોલસી પાથરી, પછી રાત્રે શું થાય છે તે છુપા રહીને જોવા લાગ્યા. છુપા રહીને તેમણે જોયું કે- નવા આવેલા સાધુઓ પેશાબ કરવા જતાં પગથી દબાયેલી કેલસીને ક્રશ કશ શબ્દ સંભળાતાં કદાચ પગ નીચે જીવે ચગદાઈ ગયા હશે એવી શંકાથી મિચ્છામિ દુક્કડે એમ બોલવા લાગ્યા અને આ અવાજ શા કારણે થયો છે તે દિવસે જોઈ લઈશું એ દષ્ટિથી
જ્યાં ક્રશ ક્રશ અવાજ થયે ત્યાં નિશાની કરી લીધી. હવે આચાર્ય રુદ્રદેવ પેશાબ કરવાની ભૂમિ તરફ ચાલ્યા ત્યારે પણ પૂર્વ મુજબ અવાજ સંભળાયો. પણ તેને જેની શ્રદ્ધા નહિ હેવાથી “પ્રમાણથી સિદ્ધ ન થતા હોવા છતાં જિનેએ આમને પણ (પૃથ્વીકાયને પણ) જીવ કહેલા છે” એમ બેલ્યા. ત્યાં રહેલા સાધુઓએ છૂપી રીતે જોયેલી આ હકીકત શ્રી વિજયસેનસૂરિ આચાર્ય મહારાજને કહી. આચાર્ય મહારાજે કહ્યું : તમે સ્વપ્નમાં જે ભુંડ જોયો હતે તે આ આચાર્યું છે અને ભદ્રક હાથીએ જોયા હતા તે આ સાધુઓ છે. આમાં તમારે કોઈ જાતની શંકા કરવી નહીં. પછી તેમણે સવારે રુદ્રદેવ આચાર્યના શિષ્યોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org