________________
ગાથા–૨૨-૨૩
૬ સ્તવવિધિ—પંચાશક : ૩૯૫ :
कडुगोसहादिजोगा, मंथररोगसमसण्णिहो वावि । पढमो विणोसहेणं, तक्खयतुल्लो य बितिओ उ ॥ २२ ॥ पढमाउ कुसलबंधो, तस्स विवागेण सुगइमादीया । तत्तो परंपराए, वितिओवि हु होइ कालेणं ॥ २३ ॥
દ્રવ્યસ્તવ કિંચિત્ સાવદ્ય હોવાથી નદી આદિમાં કાંટાવાળા ખરાબ કાષ્ઠ વગેરેથી તરવા સમાન છે, અને ભાવાસ્તવ દ્વારા મોક્ષનું કારણ હોવાથી અપૂર્ણ છે. જ્યારે ભાવસ્તવ આત્મ પરિણામ રૂપ હોવાના કારણે બાહ્યદ્રવ્યની અપેક્ષારહિત હોવાથી નદી આદિમાં બાહુથી તરવા સમાન છે, અને દ્રવ્યસ્તવ વિના મોક્ષનું કારણ હેવાથી પૂર્ણ છે. (૨૧) તથા દ્રવ્યસ્તવ બાહ્યદ્રની અપેક્ષાવાળું હોવાથી શુંઠ આદિ ઔષધના યોગથી લાંબા કાળે થનાર રોગના ઉપશમ (દબાઈ જવા) સમાન છે. જ્યારે ભાવાસ્તવ બાહ્યદ્રાની અપેક્ષા વિના આત્મપરિણામ રૂપ હોવાથી ઔષધ વિના નિમૂલ રેગક્ષય સમાન છે. અહીં દ્રવ્યસ્તવ ઔષધ તુલ્ય છે. કર્મશમ રોગશમ તુલ્ય છે. છતાં દ્રવ્યસ્તવને રેગશમ તુલ્ય કહ્યો તે કાર્યમાં કારણના ઉપચારથી સમજવું. એ પ્રમાણે ભાવસ્તવ ઔષધાભાવ તુલ્ય છે, કર્મક્ષય રોગક્ષય તુલ્ય છે. છતાં અહીં ભાવ સ્તવને કર્મક્ષચતુત્ય કહ્યો તે કાર્યમાં કારણના ઉપચારથી સમજવું. (૨૨) દ્રવ્યસ્તવથી
* એકલા દ્રવ્યસ્તવથી જ મેક્ષ થતો નથી. અર્થાત્ દ્રવ્યસ્તવથી સીધે મેક્ષ થતો નથી, કિંતુ ભાવસ્તવ દ્વારા પરંપરાએ થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org