________________
ગાથા–૨–૩
૬ સ્તવવિધિ—પંચાશક
= ૩૭૯ ઃ
સ્તવના બે પ્રકારોदव्ये भावे य थओ,* दव्वे भाक्थयरागओ सम्म । जिणभवणादिविहाणं, भावथओ चरणपडिवत्ती ॥ २ ॥
દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારે સ્તવ છે. ભાવસ્તવના (સવ વિરતિના) બહુમાન પૂર્વક આગમને અનુસરીને વિધિપૂર્વક જિનભવન-જિનપ્રતિમા આદિ કરવું કરાવવું એ દ્રવ્યસ્તવ છે. સર્વ વિરતિને સ્વીકાર ભાવસ્તવ છે. (૨) દ્રવ્યસ્તવે:जिणभवणबिठावणजत्तापूजाइ सुत्तओ विहिणा । दव्यथओ ति नेयं, भावत्थयकारणत्तेण ॥ ३ ॥
શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવામાં આવતાં જિનભવન, જિનબિબ, જિનબિંબની પ્રતિષ્ઠા, અષ્ટાક્ષિકા મહત્સવરૂપ યાત્રા, પુષ્પાદિપૂજા, જિનગુણગાન વગેરે અનુષ્ઠાન સર્વવિરતિ રૂપ ભાવસ્તવનું કારણ હોવાથી દ્રવ્યસ્તવ જાણવું. અહીં દ્રવ્ય શબ્દને કારણ અર્થ છે. [ પ્રશ્ન – જિનગુણગાન ભાસ્તવ નથી ?
ઉત્તર :- છે અને નથી. પુપાદિ દ્રવ્યોથી થતી દ્રવ્યપૂજાની અપેક્ષાએ ભાવસ્તવ છે. કારણ કે એમાં કઈ દ્રવ્યની જરૂર પડતી નથી. પણ સર્વવિરતિ રૂપ ભાસ્તવની અપેક્ષાએ જિનગુણગાન દ્રવ્યસ્તવ છે. કારણ કે તે સર્વ વિરતિનું કારણ છે. ] (૩)
કસ્તવ=સ્તતવ્ય પૂજનમ્. :૫૦ વ૦ ગા) ૧૧૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org