________________
ગાથા-૪૮
૫ પ્રત્યાખ્યાન–પંચાશક
: ૩૭૩ :
હેવાથી પાપ લાગે છે. તેવી રીતે વસ્તુ ન હોય–તેને ઉપયોગ ન કરે અને ભવિષ્યમાં તે વસ્તુ મળવાની સંભાવના ન હોય તો પણ જે ત્યાગને નિયમ ન લેવામાં આવે તે ત્યાગને લાભ મળતું નથી. આથી અવિદ્યમાન વસ્તુનું પણ પ્રત્યાખ્યાન સફલ છે એમ જ્ઞાનથી જોનારા સર્વજ્ઞ ભગવંતોએ તેનું પ્રત્યાખ્યાન કરવાનું કહ્યું છે. શ્રી આર્ય સુહસ્તિ મહારાજે રંકને આપેલી દીક્ષા આ વિષયનું સમર્થન કરે છે. (૪૭) અવિદ્યમાન વસ્તુના નિયમથી લાભનું દષ્ટાંતથી સમર્થન:न य एत्थं एगतो, सगडाहरणादि एत्थ दिद्रतो । संतं पि णासइ लहं, होइ असंतं पि एमेव ॥ ४८ ॥ - અવિદ્યમાન વસ્તુ ભવિષ્યમાં ન જ મળે એ એકાંત નથી. કારણકે (તેવા કર્મોદય આદિથી) વિદ્યમાન પણ વસ્તુ અચાનક નાશ પામી જાય, અને અવિદ્યમાન પણ વસ્તુ તુરત અચાનક મળી જાય એવું બને છે. ક્યારેક જેની સંભાવના પણ ન હોય તેવી વસ્તુની પ્રાપ્તિ થઈ જાય. આ વિષે ગાડાનું દ્રષ્ટાંત છે. એક મુનિ મહાત્મા પાસે અનેક ભવ્ય જીએ વિવિધ પ્રકારના નિયમો લીધા. તેમાં કેટલાકે જે વસ્તુ વર્તમાનમાં પિતાની પાસે નથી અને ભવિષ્યમાં મળવાની પણ સંભાવના નથી તેવી વસ્તુનો ત્યાગને પણ નિયમ કર્યો હતો. એક બ્રાહ્મણે આ જાણ્યું. તેણે વિચાર્યું કે- આવા (જે વસ્તુ ન હોય અને ભવિષ્યમાં મળવાની સંભાવના પણ ન હોય તેવી વસ્તુના ત્યાગના) નિયમો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org