________________
ગાથા-૩૯થી૪૧ ૫ પ્રત્યાખ્યાન-પંચાશક : ૩૬૫
અથવા માંદગી આદિના કારણે પોતે આહાર ન લાવી શકે તે સાંગિક (સમાન સામાચારીવાળા) સાધુઓને પણ દાનરુચિવાળાં ઘરે બતાવે. અથવા પોતાને અને બીજા સાધુઓને જેમ સમાધિ રહે તેમ કરવું. અર્થાત્ આહારપાણી લાવી આપવામાં સ્વ–પરને સમાધિ રહેતી હોય તે તેમ કરવું અને જે ગોચરીનાં ઘરો બતાવવામાં સવ-પરને સમાધિ રહેતી હોય તો તેમ કરવું. સ્વ–પરની સમાધિને લક્ષમાં રાખીને દાન અને ઉપદેશ એ બેમાંથી જે ઠીક લાગે તે કરવું ?
પ્રશ્ન-સમાન સામાચારીવાળા સાધુઓને આહાર લાવી આપ અને ભિન્ન સામાચારીવાળા સાધુઓને આહાર ન લાવી આપો, કિંતુ ઘરે બતાવી દેવાં એવા ભેદભાવથી રાગ-દ્વેષ (મારું-તારું) સૂચિત થાય છે. વજન પરિવાર છે, સંપત્તિ છેડી, સંસારસુખે છેડયાં... આ બધું છોડી દીધા પછી પણ રાગ-દ્વેષથી આ ભેદભાવ શા માટે હવે જોઈએ ?
ઉત્તર-આ ભેદ રાગ દ્વેષના કારણે નથી, કિંતુ સાધુઓના હિત માટે છે. દરેક સાધુની પરિણતિ સમાન હોતી નથી. આથી જે ભિન્ન સામાચારીવાળા સાધુઓ સાથે પણ આહાર લાવી આપવા આદિને વ્યવહાર કરવામાં આવે તે કેટલાક નૂતન વગેરે સાધુઓને ભિન્ન સામાચારી જોઈને મતિમોહ
કમતરતા મvળમચરણ વિ રાતવું . (આવશ્યક ભાષ્ય ગાથા ૨૪૪ ની હારિભદ્રીય ટીકા.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org