________________
ગાથા-૪૩
૫ પ્રત્યાખ્યાન–પંચાશક
: ૩૬૯ :
ગુરુ કરવાની ઈચ્છા હોય તે સાધુને તે (-સારૂપી) સેપે અને જેને સેપે તેના તે (સારૂપીએ દીક્ષા માટે સોંપેલા મુમુક્ષુઓ) શિષ્ય ગણાય. ગૃહસ્થ મુંડિત અને સશિખ એમ બે પ્રકારના છે. સંપૂર્ણ મુંડન કરાવે તે મુંડિત, અને ચોટલી રાખે તે સશિખ. બંને પ્રકારના (ઉપ્રત્રજિત) ગૃહસ્થ પૂર્વાચાર્યના જ શિષ્ય ગણાય. તથા દક્ષા છોડયા પછી ત્રણ વર્ષ સુધી જેમને પ્રતિબંધ પમાડીને દીક્ષા આપી હોય તે પણ પૂર્વાચાર્યના ગણાય.”- (૪૨) ગરીબ શ્રાવક સંબંધી દાનને વિધિઃसंतेअरलद्धिजुएअराइभावेसु होइ तुल्लेसु । दाणं दिसाइभेए, तीएऽदितस्स आणादी ॥ ४३ ।।
શ્રાવકે ભેદભાવ વિના બધા સાધુઓને દાન કરવું જોઈએ. પણ જે શ્રાવક બધા સાધુઓને આપવા અસમર્થ હોય, તેણે જે સાધુની પાસે વસ્ત્રાદિ ન હોય તેને આપવું જોઈએ. જે બધા સાધુઓ પાસે વસ્ત્રાદિ ન હોય તે જે લબ્ધિહીન (વસ્ત્રાદિ મેળવવાની શક્તિ વિનાના હોય) તેમને આપવું જોઈએ.
હવે જે બધા પાસે વસ્ત્રાદિ હોય અને તે બધા જ લબ્ધિવાળા હોય કે બધા જ લબ્ધિ વિનાના હોય, અથવા બધા સાધુ પાસે વસ્ત્રાદિ ન હોય અને તે બધા જ લબ્ધિવાળા હોય કે લબ્ધિ વિનાના હોય-આ રીતે બધા સાધુ
ક વ્યવહાર સૂત્ર ઉ૦ ૪ ગા. ૧૩૪ થી ૧૪૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org