________________
: ૩૬૮ :
૫ પ્રત્યાખ્યાન–પચાશક
ગાથા-૨
ગૃહસ્થ માટે કહ્યો છે, તે સિવાયના ( ગરીબ કે શ્રીમંત) ગૃહસ્થો માટે નથી કહ્યો. નિશીથ અને વ્યવહાર સૂત્રમાં દિશાની વ્યવસ્થા આ પ્રમાણે કહી છે –“જે દીક્ષા લેવાની ભાવનાવાળે હેવાથી સામાજિક આદિનું અધ્યયન કરે છે તે ત્રણ વર્ષ સુધી જે આચાર્યથી પ્રતિબોધ પામ્યું છે તેનો શિષ્ય કહેવાય, ત્રણ વર્ષ પછી નિયમ નથી. તે દીક્ષાની ભાવના થયા પછી ત્રણ વર્ષ સુધીમાં દીક્ષા લે તો પ્રતિબંધક આચાર્યને જ શિષ્ય બની શકે, ત્રણ વર્ષ પછી ગમે તેનો શિષ્ય બની શકે છે.” દીક્ષા છેડી દેનાર કોને શિષ્ય ગણાય તે વિષે નીચે પ્રમાણે નિયમ છે. “દીક્ષા છોડી દેનારના શ્રદ્ધાવાન અને શ્રદ્ધારહિત એમ બે પ્રકાર છે. તેમાં જે નિદ્ધવ બનવાથી, જૈનેતર ધર્મમાં દીક્ષા લેવાથી કે બીજા કોઈ કારણથી દીક્ષા છોડીને શ્રદ્ધા રહિત બની ગયો હોય તે ફરી શ્રદ્ધાવાળે થાય તો ગમે તે સાધુને શિષ્ય થઇ શકે, દીક્ષાની ભાવનાવાળે થાય તે પણ ગમે તેનો શિષ્ય થઈ શકે, અર્થાત્ તેણે પૂર્વના ગુરુના જ શિષ્ય બનવું જોઈએ એવો નિયમ નથી. દીક્ષા છેડી દેનારમાં જે શ્રદ્ધાવાળા છે તેના સારૂપી અને ગૃહસ્થ એમ બે પ્રકાર છે. રજેહરણ સિવાય સાધુને વેશ રાખે તે સારૂપી. સાધુના સઘળા વેષને છોડી દે તે ગૃહસ્થ. સારૂપી પિતે અને તે જેમને દીક્ષા આપે તે બધા પૂર્વાચાર્યના (પહેલા સારૂપી જેને શિષ્ય હતે તેના) શિષ્ય ગણાય. સારૂપીએ જેમને દીક્ષા ન આપી હોય, પણ માત્ર પ્રતિબંધ પમાડયો હોય -દીક્ષાની ભાવનાવાળા કર્યા હોય) તેમને તેમની જેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org