________________
ગાથા-૪૨
૫ પ્રત્યાખ્યાન-પંચાશક : ૩૬૭ :
પ્રશ્ન –જે શ્રાવક ગરીબ હોવાથી બધા સાધુઓને વસ્ત્રાદિ ન આપી શકે, પણ થોડા સાધુઓને આપી શકે તેમ હોય તે શ્રાવક્ર કોને આપે ?
ઉત્તર:-(સુરઇસ વિતાવવા= ) તે ગરીબ શ્રાવક દિશાની અપેક્ષાએ દિશાના સંબંધથી દાન આપે.
ગૃહસ્થ “અમુકનો શિષ્ય છે” એમ જેના શિષ્ય તરીકે " ઓળખાય તે દિશ-દિશા કહેવાય. અર્થાત્ ગૃહરથ જે. આચાર્ય વગેરેથી પ્રતિબંધ (-ધર્મ) પામ્યો હોય તે આચાર્ય વગેરે દિશ-દિશા કહેવાય અને ધર્મ પામનાર ગૃહસ્થને તે આચાર્યની સાથે દિશાને સંબંધ કહેવાય. આથી દિશાની અપેક્ષાએ=દિશાના સંબંધથી દાન આપે એને અર્થ એ થયો કે ધર્મ પમાડવા આદિ દ્વારા ઉપકારી ગુરુને દાન આપે. ગાથામાં દિશા આદિની અપેક્ષાએ એમ આદિ શબ્દ છે. આદિ શબ્દથી તે ઉપકારી ગુરુને પરિવાર સમજ. અર્થાત્ બધા સાધુને આપી શકે તેમ ન હોય, પણ થોડા સાધુને આપી શકે તેમ હોય તે ગરીબ શ્રાવક ધર્મ પમાડનાર ગુરુને ઉપકાર દુપ્રતિકાર હેવાથી વિશેષરૂપે પૂજનીય હેવાના કારણે ઉપકારી ગુરુને કે તેના પરિવારને વસ્ત્રાદિ આપે.
આગમમાં આ દિશાને સંબંધ (દિબંધ) જે દીક્ષાની ભાવનાવાળા હોય કે જેણે દીક્ષા છોડી દીધી હોય તેવા
* આને શાસ્ત્રની પરિભાષા પ્રમાણે દિબંધ કહેવામાં આવે છે
૪ સાધુને પણ દિશાને સંબંધ (દિરબંધ) હોય છે. પણ અહીં ગૃહસ્થને સંબંધ ચાલતો હોવાથી ગૃહસ્થને ઉલ્લેખ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org