________________
: ૨૫૪ : ૪ પૂજાવિધિ—પંચાશક
ગાથા-૧૦
થાય છે, શ્રમ-ક્ષુધા-તૃષા વગેરેનું દુખ વેઠવું પડે છે, પણ ફ ખેરાયા પછી તેમાંથી પાણી નીકળતાં તૃષા આદિ દૂર થવાથી સ્વ–પરને લાભ થાય છે. જેમ ફ ખોદવામાં પ્રારંભમાં નુકશાન હોવા છતાં પરિણમે લાભ થવાથી કૃ દવાની પ્રવૃત્તિ લાભકારી બને છે, તેમ જિનપૂજા માટે સ્નાનાદિ કરવામાં પ્રારંભમાં હિંસા રૂપ સામાન્ય દોષ લાગવા છતાં પછી પૂજાથી થયેલા શુભભાવે દ્વારા વિશિષ્ટ અશુભ કર્મોની નિર્જરા અને પુણ્યબંધ થતો હોવાથી પરિણામે લાભ થવાથી સ્નાનાદિની પ્રવૃત્તિ લાભકારી છે.
સ્નાનાદિ બિલકુલ નિર્દોષ નથી – સ્નાન કરતી વખતે પણ નિર્મલ જલ સમાન (જિનપૂજા આદિ સંબંધી) શુભ ભાવ રહેલા હેવાથી કદમલે૫ રૂ૫ પાપ બિલકુલ ન લાગવાથી નાનાદિ બિલકુલ નિર્દોષ છે. આથી કૃપદષ્ટાંતની ઘટના ઉપર બતાવી તે પ્રમાણે ન કરતાં નીચે મુજબ કરવી જોઈએ. જેમ કૃપખનન સ્વ–પરના લાભ માટે થાય છે, તેમ સ્નાન, પૂજા વગેરે સ્વયં કરવા દ્વારા અને અનુમોદનાદ્વારા સ્વ–પરના પુણ્યનું કારણ બને છે. આમ કેટલાકોનું માનવું છે. પણ તે આગમાનુસારી નથી. કારણ કે ધર્મ માટે પ્રવૃત્તિ કરવા છતાં તેમાં થતા આરંભથી અ૮૫ પાપ થાય છે એમ માનવું એ વ્યાજબી છે. જે તેમ ન હોય તો ભગવતીમાં એમ કેમ કહ્યું કે –
तहारूवं समणं का माहणं वा पडिहयपञ्चक्खायपावकम्म अफासुएणं अणेसणिज्जेणं असणपाणखाइमसाइमेण पडिलाभेमाणे भंते किं कजइ ? गोयमा अप्पे पावे कम्मे बहुयरिया
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org