________________
ગાથા-૩૩-૩૪
૪ પૂજાવિધિ-પંચાશક : ૨૭૯ :
થતાં તેમના મૃત્યુ સંબંધી દેવપૂજા વગેરે કાર્યો આદરપૂર્વક કરવા જોઈએ.
(૬) પરાકરણ – પરોપકારનાં કાર્યો કરવાં. મહાધીન દરેક જીવ પિતાનાં કાર્યોમાં લીન હોય છે, તેને બીજાનાં કાર્યોની પડી હતી નથી. આનું કારણ તીવ્ર સ્વાર્થ છે. સ્વાથી જીવમાં બીજાનું કામ કરવાની વૃત્તિ જ હોતી નથી.
જ્યાં સુધી સ્વાર્થ તીવ્ર હોય ત્યાં સુધી જીવનમાં વાસ્તવિક ધમ આવી શકતા નથી, એટલું જ નહિ, પણ ધર્મ પામવાની લાયકાત પણ આવી શકતી નથી. આથી ધર્મ પામવાની લાયકાત મેળવવા માટે પણ સ્વાર્થ ઘટાડવો જોઈએ. વાર્થ. વૃત્તિ ઘટે ત્યારે જ બીજાનું કાર્ય કરવાની ભાવના જાગે છે, અને શક્ય પ્રયત્ન થાય છે. આથી પરોપકાર કરનાર વ્યક્તિમાં સ્વાર્થવૃત્તિને હાસ–ઘટાડો થયો હોવાથી ધર્મની લાયકાત છે એ સિદ્ધ થાય છે. ધર્મ પામવા માટે પ્રથમ ધર્મ પામવાને લાયક બનવું જોઈએ. અમુક જીવ ધર્મ પામ્યો છે કે નહિ અથવા ધર્મ પામવાને લાયક બને છે કે નહિ તે નિઃસ્વાર્થ ભાવે પરોપકારથી જાણું શકાય છે. માટે જ લલિતવિસ્તરા ગ્રંથમાં પરોપકાર એ જીવનને સાર છે અને ધર્મપુર પાર્થનું લક્ષણ છે એમ કહ્યું છે.
ભવનિવેદથી પરાર્થકરણ સુધીના છ ભાવે લૌકિક સૌદર્ય છે. સૌંદર્ય એટલે સારાપણું. સૌંદર્ય લૌકિક અને લોકોત્તર એમ બે જાતનું છે. લૌકિક સૌંદર્ય એટલે જિનધર્મને નહિ પામેલા છમાં પણ થનારું સૌંદર્ય, લોકર સોંદર્ય
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org