________________
ગાથા-૪૦ ૪ પૂજાવિધિ—પંચાશક : ૨૮૯ : દેશનાદિ અનુષ્ઠાને હિતકર અને પ્રતિઘાતજ રહિત છે. તથા કેવળ પોપકારબુદ્ધિથી તીર્થકર બનવાની ભાવના રૂપ ઉત્તમ ભાવવાળા જીવની તીર્થકર બનવાની આશંસા અર્થીપત્તિથી ધર્મદેશનાદિ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિરૂપ છે. અર્થાત ઉક્ત ભાવનાવાળા જીવમાં સાક્ષાત તીર્થંકરપણાની આશંસા છે. પણ એ આશંસા જીવોના હિત માટે છે. ભૌતિક સ્વાર્થ માટે નહિ. જીવનું હિત ધર્મદેશનાદિથી થાય. આથી અર્થપત્તિથી તેનામાં જીને હિતકર ધર્મદેશનાદિની આશંસા છે, નહિ કે સમવસરણ આદિ બાહ્ય ઋદ્ધિની. આથી તીર્થ, કરપણાની આશંસા દુષ્ટ નથી ૪ (૩૯) પ્રસ્તુત પ્રકરણને ઉપસંહારઃ
कयमित्थ पसंगेणं, पूजा एवं जिणाण कायया । लण माणुसतं, परिसुद्धा सुत्तनीतीए ॥ ४०॥
અહીં પ્રણિધાન સંબંધી પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. મનુષ્યભવ પામીને આગમનીતિથી નિર્દોષ સિદ્ધ થયેલી જિનપૂજા (ઘઉં) ઉક્ત કાલ વગેરે વિધિપૂર્વક કરવી જોઈએ (૪૦)
* અહીં ટીકામાં અનુતં-મmતિપાત એમ જણાવ્યું છે, વિશેષ કોઈ સ્પષ્ટતા કરી નથી. ઉપહતને તિરસ્કૃત અર્થ પણ થાય છે. આથી અનુપહત એટલે નહિ તિરસકારાયેલ, અર્થાત્ આદર પામેલ કે આદર કરવા યોગ્ય એવો અર્થ થઈ શકે. બીજા પણ જે થ્ય અર્થો ઘટે તે વિદ્વાનોએ ઘટાવવા.
૪ લલિતવિસ્તરા લોગસ્સ સૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org