________________
ગાથા-૮થી૧૧ ૫ પ્રત્યાખ્યાન–પંચાશક : ૩૧૫ :
ભોજન કરવું જોઈએ. જો સમય પૂર્ણ થયે નથી એમ જાણ્યા પછી પણ ભેજન ચાલુ રાખે તો પ્રત્યાખ્યાનનો ભંગ થાય.
રાણમાદયત્તિજનr:- આમાં સર્વ, સમાધિ, પ્રત્યય અને આગાર એ ચાર શબ્દ છે. સર્વ એટલે સંપૂર્ણ. સમાધિ એટલે સ્વસ્થતા-આત શૈદ્ર યાનને ત્યાગ. પ્રત્યય એટલે કારણે આગાર એટલે છૂટ. સંપૂર્ણ સમાધિ (=આત રૌદ્રધ્યાનના ત્યાગ) માટે છૂટ તે સવસમાહિવત્તિયાગાર. પિરિસીનું કે સાપરિસીનું પ્રત્યાખ્યાન કર્યા પછી સહન ન થઈ શકે તેવી શૂળ વગેરે આકરિમક પીડા ઉત્પન્ન થતાં ધિય ન રહેવાથી આર્ત–રૌદ્રધ્યાન રૂ૫ અસમાધિ થાય તો સમાધિ જાળવવા માટે પ્રત્યાખ્યાનના સમય પહેલાં ઔષધ આદિ વાપરવામાં આવે તે નિયમભંગ ન થાય. અથવા પોરિસીના પ્રત્યાખ્યાનવાળા વૈદ્ય વગેરેને કોઈ રેગીની અસમાધિને દૂર કરવા (કે પ્રાણ બચાવવા) જવું પડે ત્યારે સમય પહેલાં પણ ભોજન વગેરે કરીને જાય તે નિયમભંગ ન થાય. તેમાં જે ભોજન કરતાં દર્દીને આરામ થયો છે કે તેનું મૃત્યુ થયું છે એવા સમાચાર મળે છે તે જ વખતે ભેજન બંધ કરી દે, બાકીનું ભોજન આદિ સમય પૂર્ણ થયા પછી કરે, અન્યથા નિયમભંગ થાય.
(૩) પુરિમ-અવડું – પરિમર્દૂ શબ્દમાં પુરિમ અને અર્થ એમ બે શબ્દો છે. પુરિમ એટલે પ્રથમ દિવસનો પ્રથમને (પહેલા) અર્ધો ભાગ તે પુરિમ. અર્થાત્ સૂર્યોદયથી બે પ્રહર સુધી આહારને ત્યાગ તે પુરિમ. અવમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org