________________
'ગાથા -૧૫
૫ પ્રત્યાખ્યાન–પંચાશક
: ૩૩૯ :
તિવિહાર આદિ પ્રત્યાખ્યાનથી સમભાવનો ભંગ થતું નથી:
ण य सामाइयमेयं, बाहइ भेयगहणे वि सव्वत्थ । समभावपवित्तिणिवित्तिभावओ ठाणगमणं व ॥ १५ ॥
પ્રશ્ન-પ્રત્યાખ્યાન કરનાર ચારે આહારનો ત્યાગ કરી દે તો તે બરાબર છે. પણ તિવિહાર આદિથી અમુક જ પ્રકારના આહારનો ત્યાગ કરે તો તેમાં સામાયિકનો ભંગ થાય છે. કારણ કે જેનો ત્યાગ નથી કર્યો તેમાં રાગ છે, અને જેને ત્યાગ કર્યો છે તેમાં દ્વેષ છે. નહીં તે અમુકને જ ત્યાગ અને અમુકને ત્યાગ નહિ એમ ભેદ શા માટે ? જેના ઉપર રાગ છે તેને રાગના કારણે ત્યાગ નથી કર્યો, અને જેના ઉપર દ્વિષ છે તેને દ્વેષના કારણે ત્યાગ કર્યો છે. રાગદ્વેષથી સામાયિકનો ભંગ થાય છે.
ઉત્તરઃ-પ્રત્યાખ્યાન તિવિહાર આદિ ભેદથી લેવામાં આવે તે પણ સામાયિકને બાધા પહોંચાડતું નથી જ, અથાત્ તેવા પ્રત્યાખ્યાનથી સામાયિકને=સમભાવનો ભંગ થતું નથી. કારણ કે તિવિહાર આદિ પ્રત્યાખ્યાન કરનાર ત્યાગ નહિ કરેલા આહારમાં પ્રવૃત્તિ અને ત્યાગ કરેલા આહારથી નિવૃત્તિ સમભાવ પૂર્વક કરે છે. અર્થાત્ જેનો ત્યાગ નથી કર્યો તેમાં રાગ છે માટે ત્યાગ નથી કર્યું એવું નથી, કિંતુ શાસ્ત્રમાં કહેલા આહાર લેવાના ક્ષુધાદિ કારણોથી ત્યાગ નથી કર્યો. તથા જેનો ત્યાગ કર્યો છે તેના ઉપર દ્વેષ છે, માટે ત્યાગ કર્યો છે એવું નથી, પણ શાસ્ત્રમાં જે (રોગ વગેરે ) કારણેથી આહાર લેવાને નિષેધ કર્યો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org