________________
ગાથા-૮થી૧૧ ૫ પ્રત્યાખ્યાન–પંચાશક : ૩૨૭ :
પ્રકારના ગૃહોને એકાસણું વગેરે પ્રત્યાખ્યાન બીજા દિવસના સૂર્યોદય સુધી (અહોરાત્ર) હોય છે. આથી તેમને એકાસણું વગેરે કર્યા પછી દિવસચરિમ પ્રત્યાખ્યાનમાં દિવસે અને રાત્રે એ બન્ને રીતે આગારોને સંક્ષેપ થાય છે. દિવસે એકાસણું વગેરેના આગારની અપેક્ષાએ આગારોને સંક્ષેપ થાય છે. રાત્રે રાત્રિભેજનમાં રાખેલી ઘણું છૂટોની અપેક્ષાએ આગારોને સંક્ષેપ થાય છે.
પ્રશ્ન-એકાસણું વગેરે કર્યા પછી દિવસચરિમ સાર્થક છે એ સમજાયું. હવે સાંજના લેવાતા દિવસચરિમ પ્રત્યાખ્યાન અંગે પ્રશ્ન રહે છે. નવકારશી આદિ છૂટા પ્રત્યાખ્યાનવાળા સાધુ તથા છૂટ રહિત ચોવિહાર વિભાજનના નિયમ વાળા ગૃહસ્થ કે જેમને નવકારશી આદિ છૂટું પ્રત્યાખ્યાન છે, તેમને સાંજના દિવસચરિમ નિરર્થક છે. કારણ કે સાધુઓને યાજજીવ ત્રિભેજનનો ત્યાગ હોય છે, અને ગૃહસ્થ પણ દુષ્કાલ આદિ છૂટથી રહિત વિહાર રાત્રિભોજનને નિયમ કર્યો છે. જેનો નિયમ ન હોય તેને નિયમ કરવાનો હોય.
ઉત્તર - વાત વ્યાજબી છે. પણ તેમને સાંજના દિવસચરિમનું પ્રત્યાખ્યાન પૂર્વે કરેલા રાત્રિભેજનના નિયમના અનુવાદ (પુનઃ ઉચ્ચારણ) રૂપ છે. રાત્રિભોજનના નિયમના અનુવાદથી ( પુનઃ ઉચ્ચારણથી પિતાને રાત્રિભેજનને ત્યાગ
+અહીં [ ] આવા કાઉંસમાં આપેલું લખાણ ટીકામાં નથી, સ્વતંત્રપણે મારી સમજથી લખ્યું છે. આમાં મારી ગેરસમજ જણાય તો વાચકે મને જણાવે એવી મારી આશા અસ્થાને ન જ ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org