________________
૪ ૩૦૦ :
૫ પ્રત્યાખ્યાન-પચાશક
ગાથા-૪
આવે છે. આથી આ પંચાશકમાં એનું (નવકારશી આદિ દશ પ્રકારના કાલ પ્રત્યાખ્યાનનું) જ વર્ણન કરીએ છીએ.+ કાલ પ્રત્યાખ્યાનના દશ પ્રકાર છે. કહ્યું છે કે –
नवकार पोरिसीए, पुरिमड्ढेकासणेकठाणे य । आयंबिलभत्त, चरिमे य अभिग्गहे विगई ।।
૨૦૨ / (પ્ર સાથે) (૧) નવકારશી,(૨) પરિસી, (૩) પુરિમ,(૪) એકાસણું (૫) એકલઠાણું, (૬) આયંબિલ, (૭) ઉપવાસ, (૮) ચરિમ, (૯) અભિગ્રહ, (૧૦) વિગઈ એ દશ કાલ પ્રત્યાખ્યાન છે.
આ દેશ પ્રત્યાખ્યાન કાળની મર્યાદાથી કરવામાં આવતા હોવાથી કાલપ્રત્યાખ્યાન કહેવાય છે. જેમ કે નવકારશીનું પ્રત્યાખ્યાન સૂર્યોદય પછી બે ઘડી સુધીનું છે. જો કે એકાસણા વગેરેમાં સાક્ષાત્ કાળની મર્યાદા નથી, છતાં તેનો સ્વીકાર (નવકારશી આદિ) કાલ પ્રત્યાખ્યાનપૂર્વક ( -કાલની મર્યાદા સાથે) થતો હોવાથી તેને પણ કાલપ્રત્યાખ્યાન કહે. વામાં વાંધો નથી. (૩) દ્વારા નિર્દેશ:–
गहणे आगारेसु, सामइए वेव विहिसमाउत्तं । भेए भोगे सयपालणाइ अणुबंधभावे य ॥ ४ ॥
+ આવશ્યક નિર્યુક્તિ આદિમાં અનાગત આદિ દશ પ્રત્યાખ્યાને બતાવ્યાં છે. તેમાં દશમાં કાળ પ્રત્યાખ્યાનના નવકારશી આદિ દશ ભેદ છે. તેનું આ પંચાશકમાં વર્ણન કરવામાં આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org